Mysamachar.in-જામનગર
હાલના સમયમા પરિવાર ભાવનાઓ પાંખી અને પાતળી થઇ ગઇ છે ઉપરથી સંસ્કાર અને સંયમનુ પ્રમાણ પણ ક્યાક ક્યાક લુપ્ત થાય છે તેવી ફરિયાદો સમાજશાસ્રીઓ ચિંતા સાથે કરી રહ્યા છે અને જણાવે છે કે સામાજીક સંબંધોમા તંદુરસ્તી અને જરૂરી અંતર સાથે સંબંધની મર્યાદા અને મજબુતાઇ બંને હોવા જોઇએ,જ્યા વહુને દીકરીની જેમ રાખવી જમાઇને દીકરો જ માનવો વેવાઇ વેલા પરસ્પર ભાઇ બહેન જેવા સંબોધનથી સંબંધને મજબુતી સાથે સંયમથી જાળવે દીયરને દીકરા સમાન સસરા કે સાસુ પિતા કે માતા સમાન માનવા વગેરે બાબતો આપણી પરંપરા છે.
પરંતુ કોને ખબર કેમ હાલ તો ભાઇ બહેન કે પિતા પુત્રી કે દિયર ભોજાઇના પવિત્ર સંબંધો ઉપર કલંક લગાવનારા વધતા જાય છે ત્યારે આડોશ પાડોશના કોઇ કે સગા સ્વજનોમાંથી કોઇ ને ભાન ભુલેલા જોઇએ તો શુ ધોખો કરવો તેવી ચર્ચા અને ચિંતા ચિંતકોમા જાગી છે, આંખો મીચી ભરોસો રાખવો બિનજરૂરી હસવુ કે રડવુ બિનજરૂરી ઉદાસ રહેવાથી સાંત્વના કે સહયોગ મેળવવાની આપીલ તો વળી ક્યાક વસ્ર પરિધાનોમા ઓળંગાતી મર્યાદાઓ કે ક્યાક એકાંત તો ક્યાક ક્ષણિક આકર્ષણ કે આવેગ માણસને ભુલ કરવા કે સામાવાળાને ભુલ કરવા પ્રેરિત કરે છે તેમ અભ્યાસુઓ જણાવે છે.
માટે દરેક સંબંધ દરેક મિત્રતા દરેક પરિચયની વ્યાખ્યા મર્યાદા નક્કી કરવી તે બાળકો ન સમજે તો વડીલોએ સારી રીતે સમજાવી જોઇએ તેમજ ચારિત્ર્ય ઘડતરનુ મહત્વ તેમજ જાગૃતિ પુર્વકના સંબંધોના અને જીવનના ફાયદા વિશે જાણકારી અપાતી રહે તેમજ ક્ષણની ભુલ બાદના પસ્તાવાના ઉદાહરણોથી ખુબ સિફતથી ટીનએજનાને જાણકારી આપતા રહેવા માટે પરિવારના સભ્યો શિક્ષકો સ્વજનો સૌ નૈતિક જવાબદારી નિભાવે તે સમયની માંગ છે તેમજ અજાણ્યા વ્યક્તિ સ્થળ કે વાહન થી ચેતવુ કે સાવચેત રહેવુ કે યોગ્ય અંતર કેમ જાળવવુ તે બાબતે કુમાર કુમારીકાઓને તરૂણ અવસ્થાથી જ કેળવવાની સાથે વડીલોએ પણ પોતાની જવાબદારીની અને મર્યાદાઓની જાગૃતતા દરેક પળે જાળવી રાખવાની જરૂર છે નહીતો સંસ્કાર અને સંસ્કૃતિનો સોથ વલકતા વાર નહી લાગે તેમ સમાજ સુધારકોનો મત છે.