Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે શિયાળો હેલ્ધી સીઝન ગણાય છે. પરંતુ આ વખતે એવુ નથી કેમકે કોરોનાના કેસ હજુ નોંધાય છે, તેમા વળી વાયરયલ ઇન્ફેક્શન પણ વ્યાપક છે. તેમજ વધતુ પ્રદુષણ વગેરે બિમારીને વ્યાપક ફેલાવો કરી રહ્યા છે, શિયાળામા રીચ ડાયેટ લઇ બોડી બનાવાય તેવી પરંપરા ચાલી આવે છે પરંતુ હાલના સમયમા તો હળવો ખોરાક લઇ હેલ્થ હલબલે નહી તેની કાળજી લેવા તબીબો સુચવે છે, હાલ કોરોનાનુ પીક લેવલ ઘટ્યુ પરંતુ નાબુદ નથી થયુ વળી દેશની મેડીકલ ઇન્સ્ટીટ્યુટસ હજુ કોરોના ઉથલો મારે તેવી દહેશત દર્શાવે છે હજુ શિયાળાની ઠંડી જામવાને સમય છે અને દિવસના તાપમાન જળવાય છે,
પરંતુ જેમ જેમ ઠંડી વધશે તેમ કફ શરદી વગેરે ના કેસ વધશે તેમાય હાલ વાયરલ તાવ શરદી તો ઘણા દિવસથી કબજો કરી ને બેઠા જ છે, માટે જ શરદી ઉધરસ શ્વાસની તકલીફ હાંફ ચડે થાક તાવ વિકનેસ ભુખ ન લાગવી અપચો માથાનો દુખાવો આખોની બળતરા કમર સાંધામા દુખાવા કે તુટ કળતર વગેરેમાથી કોઇ પણ લક્ષણ હોય તો તુરંત નિદાન કરાવી દવા લેવી સલાહભર્યુ છે કેમકે હાલ વાયરસનુ જે રીતે આક્રમણ છે તે જોતા જરાપણ બેદરકારી સામાન્ય બિમારી ઓચિંતી વધે છે.
બીજી તરફ વાહનો તેમજ કારખાનાના ધુમાડા ડસ્ટ કોહવાતા કચરા ગટરના ઉભરાતા પાણી જુદા જુદા વેસ્ટ જ્યા ત્યા ફેંકાય વગેરે કારણોથી બિમારી થાય છે, તેમજ હાલ મચ્છરના પ્રકોપ હોઇ મેલેરીયા ડેંગ્યુની પણ શક્તા નકારાતી નથી માટે સાવચેતી જરૂરી છે, સાથે-સાથે વેન્ટીલેશન પ્રોપર રહે જેથી ખુલ્લી હવા સુર્યપ્રકાશ પુરતા મળે હાથ વારંવાર ધોવા ગીરદીમા ન જવુ કે ગીરદી ન કરવી માસ્ક અને સેનેટાઈઝર ઉપયોગમા લેવાની કાળજી જરૂરી છે, ઉપરાંત સુંઠ હળદર ગરમ પાણી તુલસી લીમડો મીઠાના કોગળા કડવાણી મરી આદુ વગેરે અંગે માર્ગદર્શન લઇ ઉપયોગ કરવાની સલાહ અપાઇ રહી છે,
દરમ્યાન આ વખતે ભારે વરસાદ થયો અને જમીન ધોવાણી સાથે સાથે જમીન પરના કચરા ગંદકી પ્રદુષીત તત્વો તણાયને ડેમ તળાવ નદીમા એકઠા થયા આ પાણી પુરતુ શુદ્ધ કરવુ જરૂરી છે અને રૂટીન કરતા ડબલ પ્રોસેસ કરવી જરૂરી છે માટે નળ ડંકી બોર તેમજ પેકીંગ વોટર શુદ્ધ જ હશે તે માની શકાય નહી માટે પાણી ગાળવુ તેમા ફટકડી ફેરવવી ક્લોરીન ટેબલેટ કે ડ્રોપ ઘરમા પાણી સંગ્રહ ના વાસણ માટલા ટાંકા વગેરેમા નાખવા જરૂરી છે તેમજ પીવા માટે ઉકાળીને નોર્મલ કરેલુ પાણી પીવુ સલાહભર્યુ છે તેમ પણ નિષ્ણાંતો માને છે.