Mysamachar.in-જામનગર
હાલારના બંને જિલ્લા માટે વિક્રમ સંવંતનુ 2077 નુ વર્ષ આશાઓના સંચાર સાથે શરૂ થયુ હોય તેવો માહોલ જોવા મળે છે, તેમાંય આજે લાભપાંચમના અનેક શુભકાર્યો ઉદઘાટન શુભારંભ પ્રસંગો યોજાઇ રહ્યા છે. ત્યારે જામનગર માટે મહત્વનો ગણતા બ્રાસ ઉદ્યોગમા પણ તેજીનો સંચાર થયો હોઇ તેમજ કાપડબજાર થોડુ રીયલ એસ્ટેટ પણ સળવળ્યુ હોય ભલે ગત વર્ષ જેટલી નહી પરંતુ કોરોના કાળની પછડાટ બાદ હાલાર ધબકતુ થવા લાગ્યુ છે, સંસ્કૃતિમા દિવાળીનુ વિશેષ મહત્વ છે, બીજા તહેવારો કદાચ ઉજવવાના રહિ જાય તો ચાલે પરંતુ ધનતેરસથી લાભપાંચમ સુધી અનેરો ઉત્સાહ હોય છે,
દિવાળી પહેલાથી જ બધુ નવુ હોય ઘરમા રંગરોગાન નવા કપડા નવી ચીજવસ્તુ નવા શુભકામનાના પ્રકારો સહિત તહેવારોની હારમાળા હોય તેમજ તહેવારમા નવુ ફરસાણ નવી મીઠાઇ નવી વાનગી તેમજ સૌ ને નવા ઉત્સાહથી મળવુ હળવુ ફરવુ ભેટ સોગાદની આપ લે દેવદર્શન અને બધુ જ નવુ કરવા પ્રેરાઇ લોકો આખા વર્ષનો થાક ચિંતા મુશ્કેલી ભુલી જાય આમેય તહેવારો એ માનસિક તંદુરસ્તી માટે ઉમંગ ઉત્સાહ માટે તેમજ રૂટીન લાઇફથી અલગ કરવાનો એક અવસર હોય છે, હાલારના બંને જિલ્લાના દરેક વર્ગના લોકોએ પોતાની રીતે દિવાળી તહેવારો ઉજવ્યા યાત્રા પ્રવાસ ખાણી પીણી ફરવુ હરવુ બધુ જ કર્યુ હવે આજથી લાભ પાંચમથી સમગ્ર ધંધા ઉદ્યોગ ઉત્પાદનો ખાનગી ઓફીસો ધમધમવા લાગી છે,
આ વખતની લાભપાંચમ કોરોના પછીની લાભ પાંચમ છે. માટે સમાજશાસ્રીઓ અને મનોચિકિત્સકોએ એવુ સુચન કર્યુ છે કે તહેવારો નવી ઉર્જા માટે હોય છે માટે હવે કોરોનાનો ભય કાઢી સાવચેતી સુધી કોરોનાને રાખો કાયમ માસ્ક કાયમ સ્વચ્છતા કાયમ ડીસ્ટન્સ કાયમ હળવો તાજો ખોરાક કાયમ આયુર્વેદિક ઉપચાર કાયમ રસોડાની ઔષધી જીવન સાથે વણી કોરોના જ નહી દરેક બિમારી સામે સજ્જ થઇ જાવ જો મનમા ભય રાખીશુ તો કોરોના વાયરલ ડેંગ્યુ મેલેરીયા ચીકનગુનિયા કે બીજા વાયરસ સામે લડી નહી શકીએ તેના બદલે કોરોનાએ શીખવ્યુ રોજ હળવો વ્યાયામ ચાલવુ જોગીંગ અને રોગપ્રતિકાર શક્તિ વધારવાનુ જીવનમા વણી લેવા લાભપાંચમથી સંકલ્પ લો તો આ પાંચમ લાભદાયી બની રહેશે,
મનથી તનથી સ્વસ્થ રહેશુ તો વેપાર ધંધા ઉદ્યોગ અભ્યાસ ઇયરપ્રવૃતિ સહિત દરેકમા ધ્યાન આપી શકીશુ આપણે યોગાનુયોગ બ્રાસ ઉદ્યોગ તેજી તરફ છે તેને ગતિ આપવાની તક છે, કેમકે ચીનથી આયાત ન કરવાનુ મોટાભાગે સફળ રહ્યુ તો આપણા ઉત્પાદનની માંગ વધી છે, જામનગર માટે આ સારી બાબત છે પ્રત્યક્ષ પરોક્ષ પોણા બે લાખ લોકો બ્રાસ ઉદ્યોગ પર આધારીત છે ત્યારે આજથી તેમા ધમધમાટની આશા જાગી છે,
તેવુ જ રીયલ એસ્ટેટમા સંચાર થયો છે અમુક ડેવલપરોએ જણાવ્યુ છે, કે અમને પુછપરછ શરૂ થઈ છે. હાલાર માટે આ સારી નીશાની છે, દરમ્યાન હવે સુધરાઇ મહાપાલીકા પંચાયત ચુંટણી આવવાની છે, માટે સરકારી નાના મોટા કામો વધુ થાય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આર્થિક રોટેશન વધશે, બીજી તરફ લગન ગાળાનો સમય પણ દરેક લગત વ્યવસાયમા તેજી લાવનાર બની રહેશે.
એકંદર કોરોનાકાળ પછીની આ લાભપાંચમ નવા સંચાર નવા ઉત્સાહ અને ખરી આર્થિક ગતિ લાવનારી બની હોઇ ધીમે ધીમે અર્થતંત્ર તેજ બનશે તેમ વેપારીઓ ઉદ્યોગકારો આગેવાનો સમીક્ષકો વિશ્ર્લેષકો કોન્ટ્રાક્ટરો બીલ્ડરો જ્વેલરો ટેક્સટાઇલ મરચન્ટ સહિત દરેક ક્ષેત્રના સૌએ આશાવાદ પ્રગટ કર્યો છે, તેમજ સૌથી મોટી બાબત ગ્રાહક રાજા છે ત્યારે ગ્રાહકો જરૂરિયાતો મુજબ ખર્ચ ખરીદી તરફ લાંબા સમય બાદ વળ્યા હોઇ તેમજ ખેતીપ્રધાન રાષ્ટ્ર હોઇ ખેત ઉત્પાદન પણ સારૂ થયુ હોઇ દરેક પ્રકારે આજથી લાભપાંચમથી બેઠા થવાનો સમય છે.
કેમકે કોરોના એ જીવન થંભાવ્યા બાદ હવે જાગૃતિ સાવચેતી અને ઉત્સાહ સાથે નવુ કરવાનો ઉમંગ આજ લાભપાંચમથી જ બજાર સહિત દરેક ક્ષેત્રમા જોવા મળે છે માટે દિવાળિ તહેવાર બાદ લાંભપાંચમથી સ્વસ્થ રહી તંદુરસ્તી જાળવી પોત પોતાના ક્ષેત્રમાં ગતિશીલ થવાની પ્રગતિ કરવાની નવી દિશાઓ ખોલવાની સૌને mysamachar.in શુભેચ્છાઓ પાઠવે છે. જેમા આજથી દરેક ક્ષેત્રમાં શરૂ થયેલા લાભપંચમના ધમધમાટે સુર પુરાવ્યો છે.