Mysamachar.in-જામનગર
વર્ષ 2020 આમ તો ગત માર્ચથી ઠપ્પ જેવુ હતુ માટે હવે લોકો જરૂરી એવા પ્રસંગો ઠેલતા જતા હતા પરંતુ હવે દિવાળી બાદ નવા વર્ષમા લગ્ન, સગાઇ, જનોઈ, વાસ્તુ, નવાધંધા ઉદ્યોગના શુભારંભ સહિતમા પરોવાયા છે, તેમાય આ વખતે નવેમ્બર ડીસેમ્બરમા લગ્ન માટે ત્રણ ત્રણ ચાર ચાર મુહુર્ત જ હોવા છતા લગ્નપ્રસંગો ઘણા છે કેમકે હવે છેક એપ્રિલમા લગ્ન મુહુર્ત છે, માટે મોટેભાગે સાદાઇથી તો ક્યાંક મધ્યમ અને જુજ ધામધુમવાળા લગ્નપ્રસંગોના આયોજન આ બે માસમા થયા છે,
ખાસ કરીને લગ્ન ઉપરાંત સગાઇ જનોઇ વાસ્તુ નવા વેપાર ઉદ્યોગ નવી ખરીદીના આયોજન થયા હોઇ દરેક પ્રકારની માર્કેટ સજીવન થઇ છે, જાણે ગત સાતમ આઠમ અને નવરાત્રીની કસર હવે સરભર થઇ રહી હોય તેવો માહોલ વિવિધતાવાળી કાપડ બજાર, જ્વેલરી બજાર, સુશોભન વેરાયટી, નોવેલ્ટી માર્કેટ, વાસણ બજાર, મીઠાઇ બજાર ધમધમવા લાગી છે, તો હોટલ હોલ મંડપ સર્વિસ ઓરકેસ્ટ્રા ફુલ બજાર સહિતમા સારો એવો ધમધમાટ શરૂ થઇ ગયો છે કેમકે બૈઝીક તૈયારીઓ જેમકે હોલ, વાડી, પાર્ટીપ્લોટ, હોટલ રેસ્ટોરન્ટ, મંડપ કેટરીંગ, રોશની, ફર્નિચર, ફોટોગ્રાફી વિડીયો શુટિંગ વગેરે વ્યવસ્થા તો સાદાઇથી પ્રસંગ થાય તેમા પણ જરૂરી હોય છે,
તો બીજી તરફ લોકો ગજા મુજબ સોનાચાંદીના ઘરેણા કપડાઓની વેરાયટીઓની ખરીદીમા પણ રસ લેતા દેખાય છે, તો લગ્ન સહિતના પ્રસંગો માટે જરૂરી પાર્લર બ્યુટી પાર્લર સહિત અનેક જરૂરી સર્વિસ લેવામા લાગ્યા છે, સમયના તકાજા મુજબ ભલે થોડી સંખ્યામાં જમણવાર પણ કરવા પડે માટે લગત કેટરીંગ સહિતના ઓર્ડરોના બુકીગ ઘણા સમયથી થઇ ગયા છે, તો સાથે થોડુ-ઘણુ ગીત સંગીત પ્રસંગ માટે વાહનો શણગારની ફુલ સહિતની ચીજવસ્તુઓની ખરીદીઓ અને વિશેષ પ્રકારના હાર સહિતના ડેકોરેશન સહિતના આર્ડરો અપાઇ ગયા હોય તેની ખરીદીઓ થઇ રહી છે,
કાપડ બજારમા આ વખતે થોડી ફેશને પણ દેખાદીધી હોય તેમ લેડીઝ જેન્ટસ ચીલ્ડ્રનવેરમા વેરાયટીઓ જોવા મળે છે અને ભલે થોડી પરંતુ જરૂર મજબ ખરીદીઓ થઇ રહી છે, સાથે-સાથે ઘણા સમય બાદ કર્મકાંડી બ્રાહ્મણોની માંગ નીકળી હોઇ નાની પુજાઓથી માંડી લગ્નવિધીઓ સહિતના મુહુર્ત જોવડાવવાથી માંડી વિધીઓના ધમધમાટ શરૂ થઇ ગયા છે, એકંદર લગ્ન મુહુર્ત ભલે ઓછા છે, પરંતુ લગ્બ પ્રસંગો આ બે માસમા બહુ જ હોવાથી કોરોનામા અકળાયા બાદ લોકોપ્રસંગોને લગત કામકાજ ખરીદીઓમા પરોવાયા હોઇ સમગ્ર રીતે દરેક લગત વેપાર ધંધા સેવા સેક્ટરને નવુ જીવન મળ્યુ હોય તેમ દરેક સેક્ટર સજીવન થઇ રહ્યા હોય તેમ લાગે છે.