Mysamachar.in-જામનગર
આપણે ત્યાં દિવાળી સહિતના તહેવારોનું એક વિશેષ મહત્વ રહેલું છે, અને તેની ઉજવણી સાથે કેટલીક ધાર્મિક પરંપરાઓ પણ જોડાયેલી છે, એવામાં આ વર્ષે એટલે કે 2020 પંચાંગ અને જ્યોતિષના મતે તારીખ 14 નવેમ્બરે દિવાળી મનાવશે. દીપાવલી પાંચ દિવસનું મહાપર્વ છે. જે બુધવારના દિવસથી તારીખ 11 નવેમ્બરથી શરૂ થશે. આ દિવસે અગિયારસ છે ત્યારબાદ બીજા દિવસે ગુરુવારે વાઘબારસ છે. આમ શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધી ધનતેરસનું મહત્ત્વ રહેશે. સાથે કાળી ચૌદશના નૈવેદ્ય હનુમાનજીની પૂજા, ભૈરવપૂજા વગેરે કરી શકાશે. રવિવારનો દિવસ અમાસનો હોવા છતાં ખાલી રહેશે. સોમવારે સવારના 7.08 મિનિટ સુધી એકમ છે અને ત્યારબાદ બીજ તિથિ બેસી જાય છે અને બીજ તિથિનો ક્ષય છે આથી સોમવારે બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે મનાવાશે.
દિવાળીના તહેવારોમાં 11 નવેમ્બર બુધવારે રમા એકાદશી, 12 નવેમ્બર ગુરુવારે વાઘબારસ 13 નવેમ્બર શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ છે, ત્યારબાદ કાળીચૌદશ, 14 નવેમ્બર શનિવારે બપોરે 2.18 સુધી ચૌદશ છે, ત્યારબાદ દિવાળી છે., 15 નવેમ્બર: રવિવારે અમાસ હોવા છતાં ખાલી દિવસ રહેશે. 16 નવેમ્બર: સોમવારે સવારે 7.08 સુધી જ એકમ તિથિ છે, ત્યારબાદ બીજ છે એટલે બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે મનાવાશે તેમ જાણકારો કહે છે.