Mysamachar.in-જામનગર
નવરાત્રી એટલે માં ની આરાધનાનો પર્વ…આ નવ દિવસ ખેલેયાઓ મન મુકીને ગરબે ઘૂમે છે, અને આ નવ દિવસ માતાજીની આરાધના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે, કેટલાય ભક્તો પગપાળા માં ના દર્શન કરવા જાય છે, તો કેટલાય એકટાણા ઉપવાસ અને ભજન કીર્તન ગરબા કરી અને માં ની આરાધના કરે છે, ત્યારે જામનગરના ધારણશ્ય જ્યોતિષ કાર્યાલયના ગોલ્ડ મેડાલીસ્ટ જ્યોતિષી જીગર પંડ્યાએ નવરાત્રીને લઈને કેટલીક રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે શારદીય નવરાત્રિનો આરંભ 17/10/2020 શનિવાર ચિત્રા નક્ષત્રમાં થઇ રહ્યો છે, અને આ વર્ષે માતાજીનું આગમન અશ્વ પર થઈ રહ્યું છે. શારદીય નવરાત્રીમાં ઘટસ્થાપન કરવાનું હોય છે, ત્યારે ઘટ સ્થાપન કરવા માટેનું શ્રેષ્ઠ મૂહર્ત આ પ્રમાણે છે. આ સમય દરમ્યાન ઘટ સ્થાપન કરવું શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે.
પ્રથમ મુહૂર્ત – 9:15 મિનીટ થી સવારે 09:40 મિનીટ સુધી નું છે. દ્વિતિય મુહૂર્ત-17/10/2020 બપોરે 12:12 મિનીટ થી બપોરે 12:58 મિનીટ સુધીનું છે.આ વર્ષ માતાજીનું આગમન અશ્વ પર થઇ રહ્યું છે. માટે દેશ અને દુનિયામાં રાજનીતિ ખુબજ ગતિશીલ બને અને રાજ્ય તેમજ રાજાઓ વચ્ચે વાક યુદ્ધની સ્થિતિ સર્જાય તેવી સંભાવના દેખાય રહી છે.
-માતાજીની સવારી કેવી રીતે નક્કી થાય છે?
॥ શશિસૂય ગજારૂઢા શનિભોમે તુરંગમે, ગરો શુક્રે ચ દોલાયાં, બુધે નૌકા પ્રકોત્તિતા ॥
અર્થાત દેવી ભાગવતમાં જણાવાયું છે કે રવિવારે અને સોમવારે જો પ્રથમ પૂજા કે કળશ સ્થાપના હોય તો મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. શનિવાર અને મંગળવારે કળશ સ્થાપના હોય તો મા દૂર્ગા ઘોડા પર સવાર થઇને આવે છે. ગુરુવારે અને શુક્રવારે કળશ સ્થાપના હોય તો માતા ડોલીમાં સવાર થાયને આવે છે. અને જો બુધવારે કળશ સ્થાપના હોય તો માતાજી નાવ પર સવાર થઇને આવે છે. દુર્ગાનું આ વાહન પરિશ્રમ અને કાર્યસિદ્ધિ કરનારૂ પણ માનવામાં આવે છે. અશ્વ વિહારની મુદ્રામાં દેવીનું પ્રાગટ્ય આ નવરાત્રિમાં સાધના અને ઉપાસનાથી અભીષ્ટ સિદ્ધિ તરફ ઇશારો કરે છે.
-નવરાત્રી દરમ્યાન ક્યાં દિવસે ક્યાં માતાજીની પૂજા કરવી?
– પ્રથમ રાત્રીએ શૈલપુત્રી માતાજીની પૂજા કરવી,
– બીજી રાત્રીએ બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરવી,
– ત્રીજી રાત્રીએ ચંદ્રઘંટા માતાજીની પૂજા કરવી,
– ચોથી રાત્રીએ કુષ્માંડા માતાજીની પૂજા કરવી,
– પાંચમી રાત્રીએ સ્કંદમાતા માતાજીની પૂજા કરવી,
– છઠી રાત્રીએ કાત્યાયની માતાજીની પૂજા,
– સાતમી રાત્રીએ કાલરાત્રી માતાનીજી પુજા કરવી,
– આઠમે રાત્રીએ મહાગૌરી માતાજીની પૂજા કરવી,
– નવમી રાત્રીએ સિદ્ધિદાત્રિ માતાજીની પૂજા કરવી, નવરાત્રી દરમિયાન પ્રતિ દિવસ સુધી નવ કુમારી કન્યાઓની પૂજા કરવી જોઇએ.અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે,
નવરાત્રી દરમિયાન બ્રાહ્મણો ને ભોજન અને ધનનું દાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તી મળે છે અને પુણ્યમાં વધારો થાય છે. નવરાત્રીમાં વ્રત કરનારા ભક્તોએ ફળ અને અન્નનું દાન કરવું જોઇએ.દેવી પૂજા કરતા સમયે હાર-ફૂલ, પ્રસાદ, કુમકુમ, ચંદન, ચોખા વગેરેથી પૂજા કરવી જોઇએ. નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.તેમજ દશેરાને દિવસે દશાંશ યજ્ઞ કરવો જોઈએ. દુર્ગા સપ્તસતી પાઠ નો યજ્ઞ પણ કરવો. દેવી પૂજા કરતા સમયે હાર ફૂલ પ્રસાદ કુમકુમ ચંદન ચોખા વગેરેથી પૂજા કરવી જોઈએ નવરાત્રી દરમિયાન દુર્ગાશપ્તસતીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે,
માતાજીની પૂજા-ઉપાસના કરનાર વ્યક્તિએ નવરાત્રી દરમ્યાન શક્ય હોય તો ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. માતાજીની પૂજામાં વિવિધ પુષ્પો-ફળો-નેવૈદ્યનો ઉપયોગ કરવો. સવારે તથા સાંજે માતાજીનું પૂજન કરવું. રાત્રે જમીન ઉપર સુવું – પલંગ ઉપર સુવું નહિં અને દિવસે સુવું નહિ. નવરાત્રીમાં માતાજીનું પૂજન-હવન કરવો અને બ્રહ્મ ભોજન કરાવવું. નવરાત્રી દરમ્યાન – સત્ય, શોચ અને બ્રહ્મચયનું પાલન કરવું. મન ને કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકારથી મુક્ત રાખવું. મનની શુધ્ધિ ઉપાસના દરમ્યાન આવશ્યક છે.