Mysamachar.-જામનગર
આમ તો ઘરે પહોચીને દરેક લોકો પોતાના હાથને સાફ કર્યા બાદ જ અન્ય કામો અત્યારસુધી કરતા હતા, પરંતુ કોરોના વાયરસની એન્ટ્રીથી હાથની સ્વચ્છતાને લઈને લોકો વધુ જાગૃત બન્યા છે, જેમાં મોટાભાગના લોકો ખિસ્સામાં કે કારમાં સાથે જ હેન્ડસેનેટાઇઝર રાખે છે, કોરોનાને ફેલાવવાથી રોકવા માટે સૌથી વધારે અસરદાર રીત છે પોતાના હાથોને સાફ રાખવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આપણે 20 સેકન્ડ સુધી હાથ ધોવા જોઈએ જેનાથી લાભ થશે. સામાન્ય રીતે આપણે હથેળીઓને એકબીજા સાથે ઘસીને પાણી નાખીને ધોઈએ છીએ.
જો કોરોના જેવા વાયરસ સામે લડવું હશે તો ખરેખર કઈ રીતે આપણા હાથને સ્વચ્છ કરવા તેની યોગ્ય રીતે પણ જાણવી પડશે… આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે, હાથની સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોવા જોઈએ. જો તમે એવી જગ્યાએ છો જ્યાં સાબુ અને પાણી નથી તો હાથને સાફ કરવા માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો, અને જો તમારે સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની જરૂર પડે છે તો એ ધ્યાન રાખો કે માત્ર એવું જ સેનેટાઈઝર ખરીદો જેમાં 60 ટકા આલ્કોહોલ હોય આ સિવાય કઈ રીતે હાથ ને સ્વચ્છ રાખવા તે વિષે વધુ મુદ્દાઓ પર નજર કરવમાં આવે તો…
સૌ પ્રથમ તમારા હાથોને ઠંડા કે નવાળા પાણીથી પલાળીને બંધ કરી દો, જે બાદ સાબુ કે હેન્ડવોશને હાથોમાં લઈને બંને હથેળીમાં લગાવો અને હથેળીઓને એકબીજા સાથે રગડો અને ફીણ બનાવો, ફીણને હાથની ઉપરની બાજુએ લઈ જઈને બીજા હાથની હથેળીથી રગડો બંને આંગળીઓના ટેરવાંને એકબીજા સામે લાવીને રગડવી જોઈએ, જે બાદ નળ ખોલીને પાણીના પ્રવાહમાં સારી રીતે હાથ ધોઈ લો પાણીના નળને કે ટોટીને સીધા હાથો વડે અડકવાને બદલે રૂમાલ કે અન્ય કપડું લઈને બંધ કરો અને હાથ એકદમ 20 સેકન્ડ સુધી ધોવાઈ જાય બાદ સાફ કરીને હાથને ચોખ્ખા રૂમાવ કે એર ડ્રાયર મશીનથી સુખવો આમ કરવાથી હાથની સ્વચ્છતા જળવાયેલી રહેશે.