Mysamachar.in-અમદાવાદ
હાલ જ્યાં જુઓ તો કોરોનોની મહામારી સિવાય કોઈ જ ચર્ચાઓ સાંભળવા મળતી નથી, અને કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, અને લોકો પોતાને કોરોનાનો ચેપ ના લાગે તે માટે વિવિધ ઘરેલું નુશ્ખાઓ અપનાવી રહ્યા છે, જે કદાચ ફાયદો ના કરે તો નુકશાન તો નથી જ કરતા એવામાં કેટલાક લોકો અજમાનો પ્રયોગ પણ કરી રહ્યા છે, અજમો કે ફૂદીનાના પાન પાણીમાં નાંખીને તેનો નાસ લેવો હિતાવહ છે. નાનકડા અજમાનો સૂકી ખાંસીથી લઇને રોજીંદી તકલીફોમાં કઇ રીતે પ્રયોગ કરી શકીએ. ગળામાં બળતરા થતી હોય ત્યારે અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો. અજમો નાંખીને પાણીને ગરમ થવા દો. ત્યાર બાદ જે વ્યક્તિએ નાસ લેવાનો હોય તે વ્યક્તિએ પાણી તરફ મોં કરીને નેપકીન કે ટુવાલ મૂકી આખું માથું તપેલી પર ઢાંકવું અને ઊંડા શ્વાસ લેવા. શરદી, ખાંસી અને ઉધરસ થવાની શક્યતા હોય કે થઈ હોય તેવા સમયે નાસ લેવો તે એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર શરદી ઠીક થશે, પણ ગળામાં થતો કફ મોં રાખી માથા પર અથવા મળ દ્વારા સરળતાથી નીકળી જશે,
શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે તો કેટલાક લોકોને ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગુડગુડાટ હોય, ઓડકારો આવતા હોય તો અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા જમ્યા પછી સહેજ નવશેકા પાણીથી ફાકી જવો. ભોજન કર્યા પછી પંદરથી વીસ મિનિટ બંને વખત લેવાથી બે-ત્રણ દિવસમાં જ સારું પરિણામ મળશે. અડધી ચમચી અજમાનું ચૂર્ણ તેનાથી ચોથા ભાગની સંચળ સાથે ગરમ પાણી સાથે આપવાથી પેટનું ભારેપણું અને આફરો મટી જાય છે.આમે સ્વાદે થોડા તીખા લગતા અજમાના કેટલાય ફાયદાઓ જાણકારો વર્ણવે છે.