Mysamachar.in-જામનગરઃ
દરેક માણસના જીવનનું એક જ સપનું હોય કે તે જીવનને સરળતાથી ખુશીઓથી પસાર કરી શકે. સમૃદ્ધિ મેળવવા ખુબજ મહેનત કરે છે.જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે.લક્ષ્મીમાતા તમારા ઘરમાં નિવાસ કરે તે માટે ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ લાવવા શનિવારે લોખંડના વાસણમાં જળ, ગોળ, તલ અને દૂધ ભેળવી પીપળાના વૃક્ષનીચે પધરાવો. શનિવારે ઘઉં લોટ દળાવવો અને તેમાં થોડા ચણા, 11 તુલસીના પાન, 2 દાણા કેસર ઉમેરી દેવું. આર્થિક સ્થિતીમાં ગણતરીના દિવસોમાં સુધારો થઈ જશે.
શનિવારે કાળા કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી. તુલસીના છોડમાં રોજ સવારે પાણી ચડાવવું અને સાંજે દીવો કરવો. તમામ મનોકામના પૂર્ણ થઈ જશે. શનિવારે પીપળા નીચે દીવો કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. શનિદેવને તેલ ચડાવો અને પૂજા કરો. શનિદેવને વાદળી રંગના ફૂલ ચડાવો અને શનિ મંત્ર ऊँ शं शनैश्चराय नम:ના મંત્ર જાપ કરવા.સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો જે સુમસાન સ્થાન પર હોય અથવા કોઈ મંદિરમાં સ્થિત પીપળાના વૃક્ષ પાસે પણ દીવો પ્રગટાવી શકાય છે.