Mysamachar.in-અમદાવાદ:
કેસર….આ નામ પડે એટલે કા તો દૂધપાક, ખીર, કે પછી કેસરયુક્ર્ત મીઠાઈની યાદ આવી જ જાય…મોંઘા મસાલાઓમાં કેસરનો સમાવેશ પણ થાય છે, એવું જાણવા મળે છે કે કેસરની ઉપજ સૌથી વધારે પુલવામામાં થાય છે. સાથે જ જમ્મુ-કાશ્મીરની કેટલીક જગ્યા પર લોકો તેની ખેતી કરે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેને રોપવામાં આવે છે અને ઓક્ટોબર-ડિસેમ્બર સુધી તેના ફુલ આવે છે. કેસરની કિંમત ભારતના બજારમાં ત્રણથી સાઢા ત્રણ લાખ રૂપિયે કિલો છે. તેનું મોંઘુ હોવાનું કારણ તેની હાર્ડ ખેતી છે. પરંતુ કેટલીક વખત આપણે બજારમાંથી કે કોઇ ફેરિયાવાળા સાથે કેસરની ખરીદી કરી લેતા હોઇએ છીએ. પણ ઘણા લોકોને અસલી-નકલી કેસરમાં ફરક અંગે ખબર પડતી નથી. તો આજે અહી તેમ કેટલીક એવી ટિપ્સ જેનાથી તમને પણ ખબર પડી જશે કે કેસર અસલી છે કે નકલી…
ગરમ પાણી કે દૂધમાં કેસર ઉમેરવા પર જો કોઇ વસ્તુ રંગ છોડી દે તો તે નકલી છે. અસલી કેસર ઓછામાં ઓછું 10-15 મિનિટ બાદ જ ડાર્ક રંગ છોડે છે., અસલી કેસરનો સ્વાદ કડવો હોય છે. કેસરના તાંતણાને મોંમા નાખવાથી જો મીઠું લાગે તો સમજી લો કે તે નકલી છે. કેસરના કેટલાક તાંતણાને પાણીમાં પલાળી દો. જો તે પૂર્ણ રીતે રંગ છોડી દે અને સફેદ થઇ જાય તો તે નકલી છે. પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા અને કેસરના થોડાક તાંતણા ઉમેરી લો. જો રંગ પીળો થઇ જાય તો તે અસલી છે અને જો લાલ રહે તો તે નકલી છે.
અસલી કેસર માત્ર સુગંધ વાળું હોય છે તેનો કોઇ ટેસ્ટ નથી હોતો. ભીની આંગળીઓ વચ્ચે કેસરને રગડો, જો કલર લાલ, કેસરી કે પીળો થઇ જાય તો કેસર અસલી છે. કેસરના તાંતણા હંમેશા સૂકા હોય છે. તે પકડવાથી તૂટી જાય છે. ગરમ જગ્યા પર કેસર રાખવાથી તે ખરાબ થઇ જાય છે. જ્યારે નકલી કેસર એવુંને એવું જ રહે છે.આમ તમે પણ ક્યારેય કેસર ખરીદો અથવા તો કોઈ આપે તે કેસરનો ઉપયોગ કરો ત્યારે ઉપર જણાવેલ મુદ્દાઓ તમને જરૂરથી ઉપયોગી બનશે.