Mysamachar.in-અમદાવાદ:
હમણા હમણાં થી મુખવાસમાં અમુક લોકો અળસી આરોગતા થયા છે, જેમ મુખવાસમાં તલ, વરીયાળી અને અજમો જેવી વસ્તુઓથી શરીર ને ફાયદો થાય છે તેવી જ રીતે અળસીના પણ અઢળક ફાયદાઓ જાણકારો વર્ણવે છે, અળસી બીજમાં આપણને જોઈએ તેટલા ફાયબર, એન્ટી-ઓકિસડન્ટો અને ઓમેગા -3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 આપણી ત્વચા અને શરીરના અન્ય ભાગો માટે ખૂબ ઉત્તમ તત્વ છે. અળસીના બીજ પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે. અળસીમાં બે પ્રકારના રેસા હોય છે. અળસી આપણા વિશાળ આંતરડાને નુકસાનથી સુરક્ષિત કરે છે. અળસી શરીરમાંથી ચરબીની માત્રા ઘટાડવામાં મદદ કરે છે.
અળસીના બીજમાં ફાઇબર હોય છે,તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમણે અળસીના બીજ ખાવા જોઈએ. અળસીના બીજ પેટમાં બળતરા પણ ઘટાડે છે.તો કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકોએ અળસીના બીજ ખાવા જોઈએ. તેમાંના પોષક તત્વો પાચનમાં સુધારો કરે છે. શરીર સ્વસ્થ ન હોય તો ત્વચા સહિતની વિવિધ સમસ્યાઓ થાય છે. અળસીના બીજ ખાવાથી માત્ર ત્વચાની તંદુરસ્તી જ સુધરતી નથી પરંતુ તે ત્વચાની વિવિધ રોગોથી પણ બચાવે છે. નવી ત્વચાના કોષો પણ જન્મે છે.અને કહેવાય છે કે જેને વધુ પડતું કોલેસ્ટ્રોલ હોય તે જો યોગ્ય માત્રમાં અળસી નું સેવન કરે તો કોલેસ્ટ્રોલમાં પણ રાહત થાય છે.