Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં મોટાભાગની સબ્જી લસણની ગ્રેવી સિવાય તો બનતી જ નથી, અને ખોરાકમાં પણ લસણનું ઘણું મહત્વ રહેલું છે, લસણથી ભોજનનો સ્વાદ તો વધે જ છે પરંતુ તેની સાથે અનેક બીમારીઓમાં પણ લસણ દવાનું કામ કરે છે. લસણ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. એવું પણ કહેવાય છે કે જો સવારે લસણની એક કે બે કળીઓ ખાવાથી અનેક ફાયદા થાય છે. જાણકારો કહે છે કે લોહીમાં કચરો ભરાય એટલે સ્કિન પ્રોબ્લેમની શરૂઆત થઇ જાય. મોટેભાગે લોકોને ખીલ, ચળ આવવી કે ફોલ્લીઓની તકલીફ સર્જાવા લાગે છે. લસણ ખાવાથી આ તકલીફમાંથી તમને થોડા જ સમયમાં છુટકારો મળી જાય છે. કાચા લસણની બે કળીને હૂંફાળા પાણીમાં નાખી તે પાણી પી જઇને લસણની બે કળી ખાઇ જવાથી લોહી સ્વચ્છ બને છે.
જો લસણને કાચુ ખાવામાં આવે તો તમને તેમાંથી વધારે ફાયદો મળી શકે છે. માત્ર અડધી કળી લસણ ખાલી પેટે ખાવાથી તે આંતરડામાં થતી બેક્ટેરિયલ પ્રવૃત્તિઓને અટકાવવામાં મદદ કરી શકે છે. લસણમાં મહત્ત્વના એન્ટિબાયોટિક અને એન્ટિફન્ગલ સલ્ફરના કમ્પાઉન્ડ છે જેમાં એલિસિન, એલિન અને એજીઅનનો સમાવેશ થાય છે. લસણમાં સમાયેલા એન્ટિબાયોટિક ઘટકો અને તેનું તેલ શરદી અને ઉધરસમાં રાહત આપે છે. તો સવારે ખાલી પેટે કાચુ લસણ ખાવાથી તમારુ પાચન તેમજ ભૂખ ઉત્તેજિત થાય છે. જો તમારી પાચનશક્તિ સારી હશે તો તમને ચોક્કસ વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં આવા અનેકવિધ ફાયદાઓ લસણની એક કડીમાં સમાયેલા છે.