Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં ખાસ તો યુવાઓને કાચા શાકભાજી જેવા કે ટામેટા, કાકડી, મૂળા વગેરે ખુબ ઓછા ખાવાની ટેવ હોય છે, પણ આ તમામમાં પણ ટામેટાનો તો કેટલાય લાભો શરીરને થાય છે, તેમાં જેને પાચનક્રિયા કે ગેસની તકલીફ હોય તો ટમાટા કેટલીક ખાસ ખુબીઓ છે, જે સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે. અને તે મહદઅંશે કેટલીક બિમારીમાં લાભકારી સાબિત થઇ શકે છે. લાલ ટમેટામાં સ્વાદ અને સ્વાસ્થય બંનેના ગુણ છે તેવું પણ કહેવાય છે, શિયાળો આવતા બજારોમાં પણ સારા ટામેટા મળે છે. જે આરોગ્ય માટે લાભકારી છે. અને શિયાળામાં અને આમ તો બારેમાસ તમારે ટામેટા ખાવા અનેક રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
ટામેટું શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસને વધારે છે. તે હાડકા માટે પણ લાભકારી છે. વળી ટામેટામાં વિટામિન એ સારા ટામેટું શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસને વધારે છે. તે હાડકા માટે પણ લાભકારી છે. વળી ટામેટામાં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે તેનાથી આંખોને લાભ થાય છે. તો કહેવાય છે કે ટામેટું પાચનશક્તિ વધારે છે. અને તે ગેસની સમસ્યા ઓછી કરવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે. અને હા… ટામેટાથી શ્વાસ નળીઓને પણ લાભ થાય છે અને શરદી ખાસી જેવી બિમારી ટામેટું ખાઇને ઇમ્યૂનિટી વધવાથી થોડી પાછી ઠેલવી શકાય છે. ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. સાથે વિટામિન સી હોવાના કારણે ઇમ્યૂનિટી પણ વધે છે. આમ અનેક રીતે ટામેટું ખાવું તમારા માટે લાભકારી સાબિત શકે છે.