Mysamachar.in-જામનગરઃ
પાણીને ધરતીનું અમૃત ગણવામાં આવે છે, પાણીના ફાયદા અઢળક છે, ઘણીવાર પાણી માટે યુદ્ધો પણ સર્જાયાના ઇતિહાસમાં દાખલા છે, જો કે અહીં આપણે ઇતિહાસની વાત નથી કરવી પરંતુ પાણીથી શરીરમાં થતા કેટલાક ફાયદા વિશે વાત કરવી છે, ન્યૂટ્રીશિયનના જણાવ્યા પ્રમાણે રાતે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીને અનેક ફાયદા થાય છે. ગરમ પાણી બોડીને ડિટોક્સ કરવાની સાથે સાથે અન્ય કેટલાક ફાયદા પણ કરાવે છે. સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી રાતે ખાવાનું સરળતાથી પચી જાય છે અને પાચન ક્રિયા ફાટફટ કામ કરે છે. ગરમ પાણી પીવાને કારણે શરીરનું તાપમાન વધે છે અને પરસેવો નીકળે છે. તેનાથી બ્લ્ડ સર્ક્યુલેશન પણ વધે છે અને શરીરમાં રહેલો કચરો બહાર નીકળે છે.
ગરમ પાણી પીવાથી ઊંધ અને મૂડ સારા રહે છે. જેનાથી તણાવથી બચી શકો છો અને ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. શરીરમાં દુખાવો કે થાક અનુભવો ત્યારે તમને સારી ઊંઘ પણ નથી આવતી આવા સમયે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઇએ. આ તમારા માટે પેઈન કિલર જેવું કામ કરશે. ગરમ પાણી પીવાથી હાર્ટ એટેક અને લકવાની સમસ્યાનો ખતરો પણ ઓછો થાય છે. એક ગ્લાસ ગરમ પાણીથી ત્વચા પણ ડિટોક્સ થાય છે. ખીલ પણ દૂર થાય છે. આ સાથે દરરોજ ગરમ પાણી પીવાથી સ્કીન હાઇડ્રેડ રહે છે અને કરચલી, ડાઘઘબ્બા દૂર થાય છે.તો તમે પણ આજથી આવી તરકીબ અજમાવીને તમારા શરીરની સ્ફૂર્તિમાં વધુ એક છોગું ઉમેરી શકો છો.