Mysamachar.in-અમદાવાદઃ
આજના યુગમાં ફાસ્ટફૂડની ભારે બોલબાલા છે, ફાસ્ટફૂડથી બીમારી સહિત અનેક શારીરિક સમસ્યાને આમંત્રણ પણ મળે છે. 21મી સદીમાં મોટાપાની સમસ્યા વર્લ્ડવાઇડ છે. ભારતમાં પણ આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ઘર કરી ગઇ છે. ખાસ કરીને ખાવાના શોખીન ગણાતા ગુજરાતીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જો કે શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને દૂર કરવા પાછળ રૂપિયાનો વ્યય કરવાને બદલે તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. જેમ કે દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરો. લીંબુ પાણીને પેટની ચરબીને ઓછી કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. નવશેકા પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. રોજ સવારે તેનુ સેવન કરવાથી મેટાબોલિજ્મ સારું રહેશે અને વજન ઓછું કરવામાં મદદ કરશે.ખોરાકમાં ફળનું સેવન કરો. સવારે એક વાટકી ફળ ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તે સિવાય તમને વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ્સ, મિનરલ અને વિટામીન મળશે.
ચરબી વધવાનું મુખ્ય કારણ ગળી વસ્તુ હોય છે. આથી જો તમે ડાયેટ પર હોવ તો ગળી વસ્તુ અને તેલવાળા ખોરાકથી દૂર રહો, આ બંને વસ્તુનું વધુ સેવન કરવાથી પેટ અને સાંથળ પર ચરબી એકઠી થવા લાગે છે. વજન કાબુમાં કરવા માટે દિવસભર વધારે પ્રમાણમાં પાણી પીઓ. નિયમિત રીતે પાણી પીતા રહેવાથી તમારા મેટાબોલિજ્મ વધી જાય છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકળવાથી તમારુ શરીર સ્વસ્થ રહે છે. બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી. સવારે કાચા લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 1-2 કળી ખાવી. તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી પણ ઓછી થઇ જશે. તજ, આદુ અને કાળામરીનો ઉપયોગ ભોજન બનાવતી વખતે કરવો જોઇએ.વધુ માહિતી માટે તમે કોઇ ફિઝિશિયનનો સંપર્ક સાધી શકો છો, તેના જણાવ્યા પ્રમાણે આહાર લેવાથી વજન કંટ્રોલમાં રહેશે.