Mysamachar.in-જામનગરઃ
એક તરફ જામનગર સહિત દેશભરમાં મંદી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ હરીફાઇના યુગમાં રોજીરોટી ચલાવવી મુશ્કેલ બની છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી, સરકાર તમને એક ધંધો કરવામાં ખાસ મદદ કરી રહી છે. આ ધંધાનું નામ છે સસ્તી દવા વેચવાનું. કેન્દ્ર સરકાર મેડિકલ સ્ટોર ખોલવા માટે રૂ. 2.50 લાખની આર્થીક સહાય કરી રહી છે. આ ધંધાની ખાસિયત એ છે કે સરકાર આને ખોલવા માટે મદદ કરશે. દેશભરમાં અત્યાર સુધી પાંચ હજારથી વધારે જેનેરિક મેડિકલ સ્ટોર એટલે કે ઔષધિક કેન્દ્ર (Jan Aushadhi Kendra) ખોલી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય માણસ ઉપર દવાનો ખર્ચ ઓછો કરવા માટે મોદી સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (Jan Aushadhi Yojana) શરુ કરી હતી. જન ઔષધિ કેન્દ્રો ઉપર જેનરિક દવાઓ 90 ટકા સસ્તી મળે છે.
જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે 2.50 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આવી રીતે પૂરો ખર્ચ સરાકર ઉઠાવી રહી છે. સરકારે જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે. જેમાં પ્રથમ કોઈપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશન સ્ટોર સરૂ કરી શકે છે. બીજી કેટેગરી અંતર્ગત ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્પ ગ્રુપને મોકો મળે છે. ત્રીજી કેટેગરમાં રાજ્ય સરકારો તરફથી નોમિનેટ કરેલી એજન્સીઓ હશે.
કેટલી કમાણી થશે?
જેનેરિક મેડિકલ સ્ટોર થકી મહિનામાં જેટલી દવાઓનું વેચાણ થશે તો 20 ટકા કમિશનના સ્વરૂપે મળશે. આમ જો તમે મહિને 1 લાખ રૂપિયાની દવાઓનું વેચાણ કરો તો રૂ.20 ,000નીકમાણી થશે. દવાની પ્રિન્ટ કિંમત ઉપર 20 ટકા સુધી નફો, જન ઔષધિ કેન્દ્રને 12 મહિનાના વેચાણનું 10 ટકા વધારાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ રકમ અધિક્તમ 10,000 રૂપિયા પ્રતિ માસ હશે. ઉત્તર પૂર્વી રાજ્ય, નક્સ્લ પ્રભાવિત વિસ્તાર, આદિવાસી ક્ષેત્રોમાં આ ઈન્સેન્ટિવ 15 ટકા રહેશે. આ પણ રૂપિયાના સંદર્ભમાં આ રકમ વધુમાં વધુ 15,000 રૂપિયા થઈ શકે છે. આ સ્ટોર શરૂ કરવા માટે તમારે https://janaushadhi.gov.in/ ઉપર જઈને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજીને બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઈન્ડિયાના (BPPI)જનરલ મેનેજર (A&F)ના નામે મોકલવાની રહેશે. બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયાનું એન્ડ્રેસ જન ઔષધિકની વેબસાઈટ ઉપર વધુ જાણકારી હશે. આ ઉપરાંત તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.