Mysamachar.in-જામનગરઃ
શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 એટલે પૂનમના દિવસે મંદ ચંદ્રગ્રહણ થશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ચંદ્રગ્રહણનું સૂતક લાગશે નહીં. ગ્રહણકાળમાં પૂજાપાઠ વગેરે કરી શકાશે. જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે છે. ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે મંદ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક એવી લાઇનમાં રહે છે, જ્યાંથી પૃથ્વીની હળવી છાયા ચંદ્ર ઉપર પડે છે. આ ત્રણેય ગ્રહ એક સીધી લાઇમાં રહેતાં નથી. આ કારણે મંદ ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે. પરંતુ આ ગ્રહણ સરળતાથી જોઇ શકાશે નહીં. આ ગ્રહણમાં ચંદ્ર ઘટતો કે વધતો જોવા મળશે નહીં. માત્ર ચંદ્ર ઉપર ધૂળ જેવું એક સ્તર છવાઇ જશે. આ કારણે જ જ્યોતિષીય મતમાં ચંદ્રગ્રહણની કોઇ અસર થશે નહીં. 2020 પહેલાં 11 ફેબ્રુઆરી 2017ના રોજ આવું ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
મંદ ચંદ્રગ્રહણ કોને કહેવાય છે ?
આ મંદ ચંદ્રગ્રહણ છે. મંદ એટલે ધીમું હોવાની ક્રિયા. એટલાં માટે જ આ ગ્રહણનું સૂતક લાગશે નહીં. તેની કોઇપણ પ્રકારની ધાર્મિક અસર જોવા મળશે નહીં. આ ગ્રહણમાં ચંદ્રની ચમક થોડી ઓછી થઇ જશે. ચંદ્રનો કોઇપણ ભાગ ગ્રહણ ગ્રસ્ત જોવા મળશે નહીં. એશિયાના થોડાં દેશ, યૂએસ વગેરેમાં આ ગ્રહણ જોવા મળી શકે છે. આ ગ્રહણમાં ચંદ્ર લગભગ 90 ટકા ભાગ મેલો થઇ જશે. આ પ્રભાવને પણ ઘણાં ઓછા લોકો સમજી શકશે. આ ગ્રહણ ખાસ ઉપકરણોથી સમજી શકાશે.