Mysamachar.in-અમદાવાદઃ
દુઃખ હોય કે સુખ તેના આવતા પહેલા વ્યક્તિને સંકેત મળી જતાં હોય છે. કેટલીક કુટેવોની સીધી અસર તમારા જીવન પર પડતી હોય છે. ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જેનું ધ્યાન ન રાખવામાં આવે તો દરિદ્રતા આવતા વાર નથી લાગતી. જેમાં પ્રથમ છે નળમાંથી ટપકતું રહેતું પાણી, જો નળમાંથી પાણી ટપકતું રહે તો સમજવું કે ઘરમાં સ્વાસ્થ્ય અને ધન સંબંધી મુશ્કેલીઓ આવવાની તૈયારીમાં છે. આ સિવાય ક્યારેય પલંગ પર જમવાની એઠી થાળી ન રાખશો અને બેડ પર બેસીને જમવું પણ નહીં, જો ઘરમાં કોઇ બીમાર હોય તો તેને પણ પલંગ પર જમવાનું ન આપો, બીમાર લોકો માટે ટેબલ પર થાળી રાખો અને એઠું પડવા પર તરત જ સાફ કરો.સવારે ભોજનની તૈયારી કરતા સમયે ચપ્પૂ વગેરે જેવો સામાન પ્લેટફોર્મ ન રાખવો, ખાસ કરીને ચપ્પુ હંમેશા ધોઈ-લૂસીને ઉંધુ કરીને રાખો. રસોડાનો નળ ખૂલ્લો મૂકવો કે પાણી લીકેજ ઘરમાં ઘરમાં ધન અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો લાવે છે. હંમેશા ધ્યાન રાખો કે સૂરજ આથમતી વખતે કે તે બાદ કોઈ પાસે દૂધ-દહીં કે ડુંગળી ન માંગવી પડે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.