Mysamachar.in-જામનગરઃ
પૈસા કમાવવા કોને ન ગમે, પરંતુ શું તમને ખબર છે બચત કરવી એ પણ એક પ્રકારની નોકરી જ છે !, આજે બચત કરવાના અનેક વિકલ્પો અસ્તિત્વમાં છે. ખાસ કરીને સૌથી વધુ બચતની તક મ્યુચ્યુલ ફંડમાં માનવામાં આવે છે. દરરોજના હિસાબે કરવામાં આવેલી મામુલી રકમ લાંબા ગાળે તમને લાખો રૂપિયાનો ફાયદો કરાવી શકે છે. અગાઉ માત્ર બેંકમાં જ મૂળી જમા કરાવવા પર નીયત કરાયેલું વ્યાજ મળતું હતું પરંતુ મ્યૂચ્યુલ ફંડની સ્કીમ ઉપલબ્ધ છે, જેમાં માર્કેટ પ્રમાણે વ્યાજ મળે છે. જેમાં તમે જો પ્લાનિંગ પ્રમાણે બચતની શરૂઆત કરો તો નિર્ધારિત સમયગાળામાં મોટો ફાયદો થઇ શકે છે.
મ્યૂચ્યુલ ફંડને સરળ શબ્દોમાં સમજીએ તો દરરોજ 50 રૂપિયાની બચત કરવી બહુ મોટી વાત નથી, રોજના વપરાશમાંથી 50 રૂપિયા સરળતાથી કાઢી શકાય છે. માની લો કે તમે દરરોજ 50 રૂપિયાની બચત કરો છો તો મહિનામાં 1500 રૂપિયા થશે. તમારે દર મહિને 1500 રૂપિયા સારા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં SIP દ્વારા રોકાણ કરવા પડશે. આ રોકાણ તમારે 15 વર્ષ સુધી કરવું પડશે. બજારમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે, જેમને છેલ્લા 15 વર્ષમાં 15 ટકા વર્ષના દરથી રિટર્ન આપ્યો. જો તમને એટલું જ રિટર્ન મળતું રહે તો 15 વર્ષ બાદ તમારી પાસે 10 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે. SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સૌથી સારી રીત છે. આ માધ્યમથી રોકાણની સારી એવરેજિંગ થઇ જાય છે, જેનાથી રોકાણમાં જોખમ ઘટી જાય છે અને સારા રિટર્નની શક્યતા વધી જાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં SIP શરૂ કર્ય બાદ જરૂર નથી કે તમે નક્કી કરેલા સમય સુધી જ રોકાણ કરો. આ રોકાણને તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે રોકી શકો છો. આવું કરવા પર કોઇ પેનલ્ટી લાગતી નથી.