Mysamachar.in-જામનગરઃ
નવા વર્ષની શરૂઆતની સાથે જ કેટલાક મહત્વના નિયમો પણ લાગુ થવા જઇ રહ્યાં છે. જેના કારણે તમને થોડો આર્થિક ફટકો લાગી શકે છે. સૌપ્રથમ નિયમની વાત કરીએ તો પીએફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવ વર્ષથી કર્મચારીઓ જાતે PFનો ફાળો નક્કી કરી શકશે. 10 કર્મચારી ધરાવતી કંપનીઓ પણ પીએફના દાયરામાં હશે. હવેથી સોના-ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત રહેશે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં 1 વર્ષની છૂટ રહેશે. જ્વેલરી પર હોલમાર્કિંગના નિયમ 2000થી લાગુ છે, પરંતુ હોલમાર્કિંગ ફરજિયાત ન હતું, હવે હોલમાર્કિંગ ફરજિયાત થવાથી ભાવ પણ વધી શકે છે.
SBIએ રેપોરેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ 0.25% ઘટાડ્યો. નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે. કારણ કે તેમની રિસેટ ડેટ પણ 1 જાન્યુઆરી છે. 31 ડિસેમ્બર સુધી જુના ડેબિટ કાર્ડને ઇલેક્ટ્રોનિક ચિપવાળા કાર્ડથી બદલાવવા જરૂરી છે. નવા વર્ષમાં જુના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં. 15 જાન્યુઆરી પછી નેશનલ હાઇવે પરથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટટેગ ફરજિયાત હશે. 1 કરોડ ફાસ્ટેગ જારી થયા છે. ફાસ્ટેગ નહીં હોય તો ડબલ ટોલ ભરવાનું થશે. SBIએ ATMમાંથી 10000થી વધુના ઉપાડ અંગે નિયમો બદલ્યા છે. રાત્રે 8થી સવારે 8 સુધી ઉપાડ માટે ઓટીપી જરૂરી થશે. તો છેલ્લે ડિઝિટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપવા માટે 50 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને MDR ચાર્ડના રૂપે કાર્ડ, UPI ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણીની સુવિધા આપશે.