Mysamachar.in-જામનગરઃ
વર્ષ પૂર્ણ થવાને આરે છે, આ સમયગાળા દરમિયાન રાશિઓમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યાં છે, ત્યારે 27 ડિસેમ્બર એટલે કે શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે રાશિભવિષ્ય પર એક નજર કરીએ તો સૌપ્રથમ મેષ રાશિના જાતકોને સન્માન અને પ્રતિષ્ઠા મળશે, આકસ્મિક ધનપ્રાપ્તિના યોગ દેખાઇ રહ્યાં છે, પરંતુ સાથે વધુ પરિશ્રમ પણ કરવો પડી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. વેપારમાં વૃદ્ધિ દેખાઇ રહી છે. મિથુન રાશિના જાતકોનું આજના દિવસે વ્યક્તિત્વ સોળેકળાએ ખીલી ઉઠશે, જેના કારણે તમને સફળતા પણ મળશે. જીવનસાથી સાથે થોડો અણબનાવ બની શકે છે પરંતુ એકંદરે દિવસ સામાન્ય રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, જૂના મિત્રો કે સ્નેહીજનો સાથે મુલાકાત થઇ શકે છે. ખોટી જગ્યાએ રોકાણ કરવાથી બચવું જોઇએ, નહીં તો આર્થિક નુકસાન થવાના યોગ છે. સ્વાસ્થ્ય સારુ રહેશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ બની શકે છે. તો પારિવારિક ઝઘડાના પણ યોગ દેખાઇ રહ્યાં છે.
કન્યા રાશિના જાતકોને આજે આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, તો તમાણા અટવાયેલા નાણાં પરત આવી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખરીદીવાળો રહી શકે છે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ડોળાઇ શકે છે. ઘરના વડીલોના માર્ગદર્શનથી મોટા નિર્ણય લેવા હિતકારક રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આર્થિક રીતે સંપન્ન રહેવાના યોગ છે, જેથી તમારું મન પણ પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય પણ આજે તમારો સાથ આપશે. ધન રાશિના જાતકોને આજે આક્મિક લાભ થઇ શકે છે. સંયમ અને સમજદારીથી કામ લઇને તમે પરેશાનીઓને ટાળી શકો છો.વેપારમાં બદલાવ કે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મુશ્કેલીભર્યો રહેશે, પરંતુ દિવસના અંત સુધીમાં બધુ બરાબર થઇ જશે.તમારે થોડું સ્વાસ્થ્ય બાબતે ધ્યાન આપવાની જરૂર વર્તાઇ રહી છે. કુંભ રાશિના જાતકો માટે આવક માટે સમય અનુકૂળ રહેશે. આ સમયે તમારી આવકમાં વધારો થઇ શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે. કોઇ મોટા પ્રવાસના યોગ દેખાઇ રહ્યાં છે. લગ્નજીવનમાં વિવાદ બને તો ટાળવા અને સમજદારીથી કામ લેવું.