Mysamachar.in-અમદાવાદઃ
કેલેન્ડર વર્ષ પૂર્ણ થવાના આરે છે, જો કે તેની અસર જ્યોતિષશાસ્ત્ર પર વર્તાઇ રહી નથી. કારણ કે 16 ડિસેમ્બરથી સૂર્ય ગ્રહ રાશિ બદલીને ધન રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં ગુરુ પહેલાથી જ ભ્રમણ કરી રહ્યો છે. સૂર્યનું આ ભ્રમણ આગામી 10 જાન્યુઆરી સુધી વિવિધ રાશિઓને અસર કરશે, જેમાં 12માંથી 6 રાશિઓ આવનારા કેટલા દિવસો અશુભ રહેશે, આ સિવાય ચાર રાશિ માટે આ સમય શુભ અને બે રાશિઓ માટે મિશ્રફળદાયી રહેવાના યોગ દેખાઇ રહ્યાં છે.
12 રાશિની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિના જાતકોને આર્થિક મામલે વધુ સંઘર્ષ કરવો પડશે. નોકરીમાં પ્રગતિ કે મોડું થવાની શક્યતા છે. તો વૃષભ રાશિના જાતકોને ફાયદો આપનારો સાબિત થશે, આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, જ્યારે અચાનક મુસાફરી કરવાની ફરજ પડી શકે છે. મિથુન રાશિમાં ગોચર કુંડળીના સાતમા ભાવમાં બૃહસ્પતિના અસ્ત થવાથી તમારા દાંપત્ય જીવન વધુ પ્રભાવિત થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કર્ક રાશિના જાતકોએ ધન રાશિમાં બૃહસ્પતિના અસ્ત થવાને લીધે નોકરીયાત લોકોની પરેશાનીઓ ઓછી થઈ શકે છે. તમારું અહીત ઇચ્છતા લોકો આ સમય દરમિયાન સફળ રહેશે નહીં. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. સિંહ રાશિના જાતકોનો આ સમય સામાન્ય રહેશે. જો આ સમયમાં તમે આવક વધારવાનો પ્રયાસ કરશો તો સફળતા મળશે.
કન્યા રાશિના જાતકો ગુરુ અસ્ત રહેવાથી તમારી પરેશાનીઓ ઓછી થઈ શકે છે, પરંતુ લગ્નજીવનના મતભેદોથી છુટકારો મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. અટકેલા કામ પૂરા થવાના યોગ છે. કામકાજને લગતી યાત્રાનું આયોજન થઇ શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ 10 જાન્યુઆરી સુધી સાવધ રહેવાની જરૂર રહેશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધન રાશિના જાતકો માટે ગુરુનું અસત થવું શુભ નથી. આર્થિકથી લઇને કામમાં અડચણો અને સ્વાસ્થ્ય મામલે તથા વિવાદોથી સંભાળીને રહેવું પડશે. મકર રાશિના જાતકો માટે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સારો નથી. મદદ ન મળવાને કારણે કામકાજનો તણાવ રહેશે. તો કુંભ રાશિના જાતકોને આ દિવસોમાં ભાગ્યનો સાથ મળશે નહીં. મહેનત કરવા છતા ફળ મળવાના યોગ ઓછા છે. મીન રાશિના જાતકોના ગુરુદેવના પ્રભાવથી કામકાજમાં પરિવર્તન આવી શકે છે. જેમાં સ્વાસ્થ્ય, આર્થિક અને પરેશાનીઓ વધી શકે છે.