Mysamachar.in-જામનગરઃ
આજના સ્માર્ટફોનના યુગમાં મોબાઇલ વગર એક મિનિટ પણ રહી શકાતું નથી, મોબાઇલમાં ઇન્ટરનેટની મદદથી અનેક કામો થતાં હોય છે. જો કે મોબાઇલ ટેક્નોલોજીમાં ઘણીવાર સોફ્ટવેર અથવા તો સેટિંગ વ્યવસ્થિત ન કરવામાં આવે તો ફોનની ગતિ ધીમી પડી જાય અથવા હેંગ થવા લાગે છે. તમે મોબાઇલ કેરમાં ગયા વગર ઘર બેઠા તમારો ફોન રિપેર કરી શકો છો. ફોન વધારે ફાસ્ટ અને સારી રીતે કામ કરે તે માટે ફોનના સેટિંગ્સમાં જવું પડશે, ત્યારબાદ About Phoneમાં જવાનું રહેશે. અહીં Build numberમાં જઈને સાત વખત ક્લિક કરવાનું રહેશે. અહીં એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે જો તમારા ફોનમાં પહેલાથી જ Developer Option હયાત હોય તો તમારે બિલ્ડ નંબર પર સાત વખત ટેપ કરવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ હવે યૂઝરને Developerનો વિકલ્પ મળી જશે. જે બાદમાં તમારે Window Animation scale પર જવાનું રહેશે. મોટાભાગના ફોનમાં આ સ્કેલ 1X હોય છે. જેમ જેમ આ સ્કેલને વધારવામાં આવશે તેમ તેમ ફોન વધારે સ્લો થશે. એટલે કે જો તમે આ સ્કેલને 10X કરી નાખો તો તમારે ફોન વધારે સ્લો થઈ જાય છે. આ સ્કેલને OFF કરી દેવાથી જ ફોનની સ્પીડ વધી શકે છે.