Mysamachar.in-જામનગરઃ
ટેક્નોલોજીના ઉપયોગથી અનેક સરકારી વિભાગો સજ્જ થયા છે. સરકારી કચેરીઓની કામગીરી ઓનલાઇન થવાનો સીધો ફાયદો સામાન્ય જનતા થાય છે. જેમ કે પરિવહન વિભાગની સાઇટ પરથી માહિતી મેળવવા ઉપરાંત એક નંબર પર SMS કરીને વાહન માલિકનું નામ, વાહનનું મોડેલ, પેટ્રોલ કાર અથવા ડીઝલ કાર, રજિસ્ટ્રેશનની એક્સપાયરી ડેટ અને ટેક્સ કેટલો ભરાયો છે એ અંગેની તમામ માહિતી મેળવી શકાય છે. આ મહત્વની જાણકારી અકસ્માત કે અન્ય દુર્ઘટના સમયે ખૂબ જ કામ લાગી શકે છે. કોઇપણ વાહનની માહિતી મેળવવા માટે બે સુવિધા ઉપલબ્ધ છે જેમાં એક તમે ઓનલાઇન વેબસાઇટ પરથી માહિતી મેળવી શકશો અને બીજું તમે તમારા મોબાઇલ પરથી એક SMS કરી માહિતી મેળવી શકો છો.
ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા 7738299899 નંબર પર કેપિટલ લેટરમાં VAHAN લખીને સ્પેસ છોડીને તમારો વાહન નંબર લખો. વાહન નંબર લખતી વખતે સ્પેસ ન છોડવી. ઉદાહરણ તરીકે, VAHAN MP00MY0000ના ફોર્મેટમાં લખવાનું છે. SMS કરતા જ થોડી જ સેકંડમાં તમારાં વાહનની જાણકારી મોબાઇલ પર આવી જશે. આ સિવાય તમે પરિવહન વિભાગની સત્તાવાર સાઇટ પરથી વાહન નંબર દ્વારા માલિકને લગતી માહિતી મેળવી શકો છો. જેમાં સૌપ્રથમ તમારે parivahan.gov.in પર જઇ હોમ પેજ પર RC સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે. આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ કાર નંબર સહિતની વિગતો એન્ટર કરશો એટલે તમને ગાડીની સંપૂર્ણ વિગત મળી જશે. આ સિવાય તમે આ લિંક https://parivahan.gov.in/rcdlstatus/ પર ક્લિક કરીને પણ ગાડીનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધાથી માલિકનું નામ, વાહનનું મોડલ, પેટ્રોલ ગાડી છે કે ડીઝલ ગાડી, રજિસ્ટ્રેશનની એક્સપાયરી ડેટ અને ટેક્સ ક્યાં સુધી જમા કરવાનો છે એ વિશેની તમામ વિગતો જાણવા મળશે, પરંતુ માલિકના ઘરનું અડ્રેસ નહીં જાણી શકાય. પરિવહન વિભાગ તેને સાર્વજનિક કરતું નથી.