Mysamachar.in-જામનગર:
આપણા હિંદુધર્મમાં વૈદિક ઋષિ પરંપરા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે સચોટ દર્શન કરાવે છે, જેને આજનું વિજ્ઞાન પણ કબુલ કરેછે, મિત્રો સૂર્ય અને પૃથ્વી વચ્ચે જયારે ચંદ્ર આવે છે, ત્યારે સૂર્યગ્રહણ બને છે, આ વખતે સૂર્ય ગ્રહણ તારીખ ૨૬-૧૨-૨૦૧૯ ગુરુવારે થવા જઈ રહ્યું છે,તો ચાલો આપણે ગ્રહણ વિશેની થોડી માહિતી સમજીએ તેમજ તેનું શુભ/અશુભ ફળ પણ સમજીએ. તારીખ ૨૬-૧૨-૨૦૧૯ વિક્રમ સંવંત ૨૦૭૬ માગશર માસની અમાસ તિથિમાં મૂળ નક્ષત્ર માં તેમજ ધનરાશીમાં સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ સંપૂર્ણ ભારત, પૂર્વી યુરોપ, આફ્રિકાનો પૂર્વભાગ, એશિયા, ઉતર પશ્ચિમી ઓસ્ટ્રેલીયા, હિન્દ મહાસાગર, સ્પેસિફિક મહાસાગર માં દેખાશે.
-ગ્રહણ નો સ્પર્સ કાળ, મોક્ષ કાળ, મધ્યકાળ આદિ નીચે પ્રમાણે છે, (ભારત)
ગ્રહણ સ્પર્સ કાળ – તારીખ ૨૬/૧૨/૨૦૧૯ ૦૮:૦૦ કલાક ૦૭ મિનીટ થી(am)
ગ્રહણ મધ્ય કાળ – તારીખ ૨૬/૧૨/૨૦૧૯ ૦૯:૦૦ કલાક ૨૨ મિનીટ(am)
ગ્રહણ મોક્ષ કાળ – તારીખ ૨૬/૧૨/૨૦૧૯ ૧૦:૦૦ કલાક ૫૩ મિનીટ(am)
સૂર્ય ગ્રહણ નો વેધ ચાર પ્રહર એટલે બાર કલાક પેહલા શરુ થઇજાય છે.તારીખ ૨૫/૧૨/૨૦૧૯ રાત્રે ૦૮:૦૫ વાગ્યા થી, ૨૬/૧૨/૨૦૧૯ સવારે ૧૦:૫૩ વાગ્યા સુધી ગ્રહણ પાળવાનું રહશે.
-ગ્રહણ દરમ્યાન શું કરવું અને ક્યાં-ક્યાં નિયમોનું પાલન કરવું.
● ગ્રહણ ના વેધ સમય પૂર્વે દરેક દેવાલયો માં પૂજા કરી દ્વાર બંધ કરી દેવા.
● ગ્રહણ પ્રારંભ થયા પૂર્વે સ્નાન કરવું, ગ્રહણ પૂર્ણ થઇગયા પછી પણ સ્નાન કરવું,
● ગ્રહણ નો વેધ પ્રારંભ થયા પૂર્વે ઘરમાં લીલી સામગ્રી માં દર્ભ રાખવો,દેવ મંદિરમાં પણ દર્ભ રાખવો.
● ગ્રહણ સમયે બધુજ જળ ગંગા જળ સમાન છે,
● ગ્રહણ સમયે દરેક બ્રાહ્મણ વ્યાસજી સમાન છે, માટે બ્રાહ્મણ ને દાન આપવું.
● ગ્રહણ સમયે ભગવાન ના નામનો જપ કરવો,અને સ્મરણ કરવું
● ગ્રહણ પ્રારંભ થયા બાદ મધ્ય સમયે જપ નો દશાંશ યજ્ઞ કરી શકાય.
● ગ્રહણ મોક્ષ થાય ત્યારે તર્પણ,શ્રાદ્ધ,અને દાન કરવું.
● ગ્રહણ દરમ્યાન ભોજન કરવું નિષેધ માનવામાં આવ્યું છે, માટે ભોજન નો ત્યાગ કરવો.
● ગ્રહણ દરમ્યાન શયન કરવું પણ નિષેધ માનવામાં આવ્યું છે,તેને મહાપાપ માનવામાં આવ્યું છે.
● ગ્રહણ દરમ્યાન ગર્ભવતી બહેનો એ બહાર જવું નહિ.
● ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી નવું યજ્ઞોપવીત ધારણ કરવું.
● ગ્રહણ સમયે જપ અને દાન કરવાથી અનેક ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે.
ગ્રહણ સમયે બાળકો,મોટી ઉમરના વ્યક્તિઓં (વૃદ્ધ) અને દર્દીઓ નિયમનું પાલન ના કરીશકે તો પણ તેમને દોષ લાગતો નથી, અત્રેના તમામ તારણો જામનગરના જ્યોતિષાચાર્ય જીગર એચ પંડ્યા ગોલ્ડ મેડાલીસ્ટના છે.