Mysamachar.in-જામનગરઃ
આજના હરિફાઇના યુગમાં નવો વેપાર કે બિઝનેસ શરૂ કરવા માટે સૌથી પહેલો સવાલ પૈસાનો આવે છે, પરંતુ સરકારની એક યોજનાનો લાભ ઉઠાવી તમે પણ ચિંતા વગર તમારો વેપાર શરૂ કરી શકો છો. આ યોજનાનું નામ છે મુદ્રા યોજના, મુદ્રા સ્કિમ અંતર્ગત સામાન્ય રીતે કોઈ જ ગૅરંટી વગર લોન મળે છે. આ યોજના અંતર્ગત લોન લેવા માટે કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી. આ ઉપરાંત પરત ચુકવણીના સમયગાળાને પાંચ વર્ષ વધારી શકાય છે. કેન્દ્ર સરકારે આ મુદ્રા (Micro Units Development & Refinance Agency Ltd) યોજના ખાસ એવા લોકો માટે બનાવી છે જેઓ નવો વ્યવસાય શરૂ કરવા માગે છે.
સરકાર યુવાનોને સ્ટાર્ટ અપ કરવા માટે મુદ્રા સ્કિમ અંતર્ગત લોન આપશે, આમા કોઇ નિશ્ચિત વ્યાજદર નક્કી નથી કરાયો. આ દર અલગ અલગ બેંકમાં અલગ અલગ જોવા મળે છે. લોન લેનાર વ્યક્તિના બિઝનેસમાં કેટલું જોખમ છે, તેના પર બેંકો વ્યાજદર નક્કી કરતી હોય છે. સામાન્ય રીતે મુદ્રા લોનનો વ્યાજ દર વાર્ષિક ધોરણે 12 ટકાની આસપાસ હોય છે. આ યોજના અંગે વધુ જાણકારી માટે મુદ્રા લોન લેતી વખતે તમને કોઈ સમસ્યા આવે છે તો તમે હેલ્પલાઇન નંબર, વેબસાઇટ, ઇ-મેલ કે પછી ફોન નંબર પર સંપર્ક કરી શકો છે. Website– http://www.mudra.org.in/, Mail – [email protected]., Call–1800 -180-1111, 1800-11-0001. નોંધનીય છે કે આ માહિતી સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે, તેથી લોન લેતા પહેલા સંપૂર્ણ ખરાઇ કરી લેવી હિતવાહક રહેશે.