Mysamachar.in-મહેસાણા
તાજેતરમાં જ અમરેલી જીલ્લાના બગસરામાં એક વ્યક્તિને તમારી જમીનમાં બે મણ જેટલું સોનું દટાયેલ હોવાનું કહી લાખોની છેતરપીંડી કરવામાં આવી હોવાનો કિસ્સો હમણાં જ સામે આવ્યો હતો ત્યાં જ આવો વધુ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે જ્યાં એક આધેડે સસ્તુ સોનું મેળવવાની લાલચમાં પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. બે શખ્સો નકલી સોનાની બિસ્કીટ પધરાવી ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. વિસનગરમાં રહેતાં કનુભાઈ પટેલ નામના વ્યક્તિના પુત્રના લગ્ન હોવાથી તેઓ એક દુકાન પાસે પોતાના મિત્ર સાથે પુત્રના લગ્ન હોવાથી 150 ગ્રામ જેટલું સારું અને સસ્તું સોનુ લેવાની વાત કરી રહ્યા હતા ત્યારે મિત્ર દિલીપ નામના વ્યક્તિએ સસ્તું સોનુ લાવી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ ફરિયાદી પર વહેલી સવારે તેમના મિત્ર એ કોલ કરી જણાવેલ કે એક વિશાલ નામનો વ્યક્તિ છે જેની પાસે 150 ગ્રામ સોનાના બિસ્કિટ છે જેથી તમે 5 લાખ લઈને મહેસાણા ચોકડી અવાનું કહ્યુ હતુ જેથી ફરિયાદી 5 લાખ રૂપિયા લઈન વિસનગરની બહાર આવેલ સિદ્ધેશ્વરી મંદિર પાછળ સવાલા રોડ પાસે આવી પહોંચ્યા જતા જ્યાં એક સ્વીફ્ટ ગાડીમાં બે ઈસમો આવેલા અને વિશાલ નામના ઇસમે ફરિયાદીને 50-50 ગ્રામના 3 સ્વીઝરલેન્ડ માર્કના 999.0 હોલમાર્ક વાળા 150 ગ્રામ વજનના બિસ્કિટ બતાવેલા ત્યારબાદ બિસ્કિટની ખરાઈ કર્યા વિના ફરિયાદીએ બિસ્કીટ વેચવા આવેલા બે ઈસમો ને રૂપિયા પાંચ લાખ આપી દીધા હતા.
ત્યારબાદ બિસ્કિટ ની ખરાઈ કરવા માટે આ ફરીયાદી પોતાના મિત્ર સાથે સોના ચાંદીની દુકાનમાં ગયા હતા ત્યાં તપાસ કરતા ત્રણે બિસ્કિટ નકલી હોવાની હકીકત બહાર આવી હતી જેથી ફરિયાદી બિસ્કિટ વેચવા આવનાર વિશાલ નામના ઈસમને શોધવા પરત ગયા હતા જ્યાં કોઈ નજરે ના પડતા આખરે પોતાની સાથે ઠગાઇ થઈ હોવાનું માલુમ પડતા ફરિયાદી ખોટા બિસ્કીટ પધરાવી જનાર બન્ને ઈસમો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.