Mysamachar.in-મહેસાણા
દિવસે ને દિવસે ઠગબાજો સોશ્યલ મીડિયાના વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કરી અને છેતરપીંડી કરતા હોય છે, આવો જ વધુ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે, જ્યાં ફેસબુક ઉપર સસ્તા દરે મુકાયેલી વસ્તુઓ લેવા જતા છેતરપીંડીનો ભોગ બનાવાનો વારો આવ્યો છે, મહેસાણામાં એક યુવકે ફેસ બુક ઉપર એડ જોઈને સસ્તા એક્ટિવા ખરીદવા ગયેલા વ્યક્તિ છેતરાયા છે, 5 એક્ટિવાનો સોદો કરી નેટ બેકિંગ થી 148140 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ પૈસા તો ટ્રાન્સફર થયા બાદ એક્ટિવા નહીં મળતા રાજેન્દ્રકુમાર નામના શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.