Mysamachar.in-મહેસાણાઃ
તહેવારોની સીઝન શરૂ થતાની સાથે જ ક્રાઇમનો પારો ઝડપથી ઉંચો આવી ગયો છે. રાજ્યમાં લૂંટની ઘટનાએ તો માજા મૂકી છે. ખરીદી કરીને આવતા કે પ્રસંગમાંથી આવતા સામાન્ય લોકોને લૂંટ ટોળકી નિશાન બનાવી રહ્યાં છે. ગાંધીનગર LCBએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીની ધરપકડ કરી અનેક ગુના ઉકેલી લીધા છે. આ કાર્યવાહીમાં મહેસાણાની મોસ્ટ વોન્ટેડ પીંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોસ્ટ વોન્ટેડ પીંકીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી. ગાંધીનગર LCBએ રિક્ષામાં મુસાફરોને લૂંટતી ટોળકીની ધરપકડ કરી છે. જેમાં મોસ્ટ વોન્ટેડ પીંકીનો પણ સમાવેશ થાય છે. પોલીસે તારીક ઉર્ફે દિલ્લી આરીફભાઈ અંસારી, અબ્દુલ ઉમરભાઈ અરબ, હાસીમ આસીક અલી અંસારી, રાકીબ આરીફભાઈ અન્સારી, કેહકશા પરવીન ઉર્ફે પીન્કી મંહમદ સલીમ દરજી શેખની ધરપકડ કરી છે. પુછપરછ કરતાં તમામે સ્વીકાર્યું કે અત્યારસુધીમાં તેઓએ 4 સ્થળે લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ ટોળકી રીક્ષામાં બેસાડી વૃદ્ધા કે વેપારીઓ પાસેથી પાંચ લાખથી વધુની રકમ લૂંટી લીધી છે. પોલીસે જણાવ્યું કે પીંકી લૂંટની અનેક ઘટનામાં વોન્ટેડ જાહેર હતી જેને લઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.