Mysamachar.in-વલસાડ
કોરોનાકાળમાં લગભગ પરિવારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આર્થિક સંકડામણ કોરોના વાયરસના સંક્રમણ કરતાંય વધુ વેગે અજગર ભરડો લઈ રહ્યું છે. એવામાં લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કઠિન થઈ પડ્યો છે. આ સમયે વલસાડમાં એક ચોંકવનારી બાબત બહાર આવી છે. જેમાં બે સખીઓએ શોર્ટકટ દ્વારા પૈસા કમાવવાનું નક્કી કર્યું. પણ ભાંડાફોડ થઇ ગયો…જામનગર અને અમદાવાદની બે બહેનપણીઓએ આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવા દારૂની સપ્લાઈ કરવાનું વિચાર્યું હતું.
બંને સખીઓ ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થઈ જતાં કારના બેંકના હપ્તા અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રથી વિદેશી દારૂ લઈને અમદાવાદ સપ્લાઈ કરી વેચવાનું વિચારીને પછી શરૂ કર્યું હતું. મહારાષ્ટ્ર પાલઘરમાં બજારમાંથી એક દુકાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ખરીદ્યો હતો. ત્યાંથી બોલેરો કારમાં લગભગ 31 હજાર રૂપિયાના દારૂની 216 બોટલો ભરીને મહારાષ્ટ્રથી અમદાવાદ તરફ બંને આવી રહી હતી. ત્યારે જ વલસાડ પોલીસે મળેલી બાતમી મુજબ આ બંને યુવતીઓને વલસાડના અતુલ નજીકથી પકડી પાડી હતી. વિદેશી દારૂનો જથ્થો લઈને આવતી બંને સખીઓ અમદાવાદ આવે તે પહેલાં જ ગુજરાતમાં પ્રવેશતાં વલસાડ પોલીસે મળેલી બાતમીનાં આધારે તેની ધપકડ કરી હતી. ધરપકડ બાદ બંને સખીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.