My samachar.in:આણંદ
આણંદ પોલીસને LEVI’S કંપનીના ઓથોરાઈઝ કરેલ એક્ઝીક્યુટીવ ઓફિસરનાઓ તરફથી બાતમી મળેલ કે, આણંદ શહેર વિસ્તારમાં જુના બસ સ્ટેશનની સામે આવેલ શના રેડીમેડ નામની દુકાનમાં LEVI’S કંપનીની અલગ-અલગ કલરની ટી-શર્ટ જે કોપીરાઈટ હકોના ભંગ થતા હોય અને આણંદ જુના બસ સ્ટેશન સામે આવેલ શના રેડીમેડ નામની દુકાનમાં રેડ કરી હાજર ઈસમનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહંમદકાસીમ વલીમહમદ વ્હોરા ધંધો-વેપાર રહે હોવાનું જણાવેલ જે દુકાનમા જોતા LEVI’S માર્કના લખેલ અલગ-અલગ કલરના ટી-શર્ટ પડેલ હતા
જે ટી-શર્ટના બીલ બાબતે પુછતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી ઈસમને સાથે રાખી દુકાનમાં તપાસ કરતા LEVI’s માર્કાના લખેલ અલગ અલગ કલરની ટી-શર્ટ મળી આવેલ જે તમામ ટી-શર્ટો જોતા ડુપ્લીકેટ હોવાનુ જણાઈ આવેલ જેથી તમામ ટી-શર્ટ ગણી જોતા કુલ નંગ-370 મળી આવેલ જે એક ટી-શર્ટની કિંમત રૂ.180/- લેખે કુલ કિમત રૂ5580૦/- ગણી તથા તેની અંગ જડતી કરતા એક સેમસંગ કંપનીનો મોબાઈલ જેનો જેની કિંમત રૂ.5000 ગણી કુલ રૂ.60800- નો મુદામાલ સાથે એક ઈસમને પકડી આણંદ ટાઉન પો.સ્ટ ખાતે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી એસઓજી આણંદ દ્વારા કરવામાં આવી હતી.