My samachar.in:આણંદ
આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ DYSP બી.ડી.જાડેજા આણંદ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથક આણંદનાઓને મળેલ બાતમી આધારે આણંદ નવા બસ સ્ટેશન પાસે આવેલ યોગી આર્કેડમાં આવેલ ક્રિશા ઓવરસીસ નામની ઓફીસમાં હ્યુમન તથા ટેકનીકલ ઇન્ટેલીજન્ટની મદદથી રેઇડ કરતા ડુપ્લીકેટ માર્કશીટો મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સીટી અજમેર રાજસ્થાન22-માર્કશીટો, માધ્યમિક શિક્ષા બોર્ડ રાજસ્થાન 07-માર્કશીટો, સનરાઇઝ યુનિવર્સીટી રાજસ્થાન 06-માર્કશીટો,રાષ્ટ્રીય મુકત વિધાલયી શિક્ષા સંસ્થાન 02-માર્કશીટ એમ (કુલ-37)ડુપ્લીકેટ માર્કશીટો ડીજીટલ સિગ્નેચર તથા ખોટા સહીસિક્કા વાળી ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવેલ માર્કશીટો તથા ડીગ્રીઓ મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે IPC કલમ 406,420,465,468,114 તથા IT Act. કલમ 66(C), 66(D) મુજબના કામના ફરીયાદી અનુપ રાજેન્દ્રકુમાર પટેલની ફરીયાદ લઇ ગુનો દાખલ કરી કુલ-02 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે,
ઝડપાયેલા નયનકુમાર અરવિંદભાઇ પટેલ અને નવીનકુમાર ભીમસેન સિંગ પાસેથી પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ ઉપરાંત ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, કોમ્પ્યુટર સીસ્ટમ, ટેબ્લેટ, મોબાઇલ નંગ–04, કલર પિન્ટર સાદો પિન્ટર, હાર્ડ ડિસ્ક, સ્ટેમ્પ પેઇડ–12 પેન ડ્રાઇવ–01, સહીત મુદ્દામાલ કુલ રૂ.1,19,700/- કરી પૂછપરછ કરતા પકડાયેલ આરોપીઓ વિદેશમાં મોકલવા ડીજીટલ સિગ્નેચર તથા ખોટા સહી સિક્કા વાળા ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજ માર્કશીટ તથા ડીગ્રી બનાવી એડવાન્સમાં પૈસા પડાવી વિદેશ નહિ મોકલી તેમજ પૈસા પરત નહિ આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.