Mysamachar.in- દાહોદ
ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે જે દરેકને વિચારતા કરી દે છે, રાજ્યના દાહોદ જીલ્લામાં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો કે જ ભારે અચરજ પમડાનારો છે. કહેવાય છે કે પ્રેમમાં આંધળા બનેલ યુવક યુવતી કે સગીર કે સગીરા સાચુ-ખોટું સારૂ ખરાબ દરેક વસ્તુ તે સમયે ભુલી જાય છે. આવા જ એક અજબ પ્રેમની ગજબ કહાની દાહોદ જીલ્લામાં સામે આવી છે.આ કેસમાં 6 સંતોનાની માતાને 14 વર્ષીય કિશોર સાથે પ્રેમસંબંધ બંધાયો હોવાની અને તે બન્ને ભાગી છૂટ્યાનો મામલો પોલીસ સુધી પહોચતા આ વિચિત્ર પ્રેમ પ્રકરણની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લાના ફતેપુરાના એક નાનકડા ગામડાની આશરે 40 વર્ષીય એક મહિલા કે જેને પોતાના પરિવારમાં 6-6 બાળકો છે, તે પોતાના ગામથી 13 કિલોમીટર દૂર આવેલા એક ગામડામાં રહેતા 14 વર્ષીય સગીર વયના કિશોર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. કિશોર ચાલું વર્ષે ધોરણ.8માં અભ્યાસ કરે છે. બાળ કિશોર પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાના માતા પિતા સાથે ગાંધીનગર બાજુએ મજૂરી કામ કરતો હતો, જ્યાં સાઈટ પર આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બીજી બાજુ મહિલા સગીરવયના કિશોરના સંપર્કમાં આવ્યા બાદ તેના પર મોહી ગઈ હતી. તેણે પોતાના પતિ (કિશોર) તરીકે મનોમન સ્વીકારવાના ઈરાદાથી છેલ્લા 15 દિવસથી સુખપર ગામમાંથી સમજાવી પટાવીને લઈને ભાગી ગઈ હતી.
સગીર પુત્ર સુખસરથી મોડા સુધી પાછો નહીં ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો અને તેની શોધખોળ આદરી હતી. પરિવારને કિશોરની શોધખોળ કરતા દસથી બાર દિવસ નીકળી ગયા હતા. ત્યારબાદ બાળકિશોર સાથે પ્રેમાંધ બનેલી છ સંતાનોની માતા ગાંધીનગર બાજુ મજૂરીકામ કરતા હોવાની પરિવારને જાણ થઈ હતી. જેથી સગીર પુત્રના પરિવારજનો તાબડતોડ પહોંચીને બંનેને સમજાવી–પટાવી આ સંબંધ સામાજિક અને કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું જણાવી પરત ઘરે લાવવામાં આવ્યા હતા.
આ કિસ્સામાં બાળકિશોર તથા મહિલાને બસ મારફતે સંતરામપુર બસ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા. જ્યાં મહિલાએ બાળ કિશોરના માતા–પિતાને જણાવ્યું કે તમો મને મૂકવા આવશો તો મારા પિયર વાળા તમારા પાસેથી દંડ વસુલ કરશે. માટે તમો મને મૂકવા આવશો નહીં. હું મારી રીતે જતી રહીશ. તેમ જણાવી વિશ્વાસમાં લીધા બાદ કિશોરના માતા–પિતા થોડા આઘાપાછા થતા મહિલાએ ચાલાકી વાપરી સંતરામપુર બસ સ્ટેશનમાંથી ફરીથી બાળ કિશોરને લઈ તેના પિયર રાજસ્થાનના સજ્જનગઢ તાલુકાના એક ગામડામાં તેના પિતાના ઘરે લઇ ભાગી ગઈ હતી. હાલ પંદર દિવસ ઉપરાંતથી આ બાળ કિશોર પ્રેમમાં અંધ મહિલાના પિતાના ઘરે હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે આ મામલે પોલીસ પણ તમામ પુરાવાઓ મેળવવાની કાર્યવાહીમાં લાગી છે અને મહિલા કિશોરને પતિ તરીકે રાખવા ભગાડી ગયાની અરજી આવી છે એના આધારે તપાસ ચાલુ છે. કિશોરની ઉંમરના પુરાવા લઇને તેના પિતાને પણ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે, અને યોગ્ય અભ્યાસ બાદ ગુનો દાખલ કરાશે.તેવું જાણવા મળે છે.હાલ આ મામલો અરજી પુરતો છે ત્યાં જ ભારે ચર્ચામાં આવ્યો છે.