Mysamachar.in-મહીસાગર
રાજ્યમાં જ્યાં જુઓ તો લાંચિયા બાબુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, અને અમુક સામે તો એસીબીની તપાસો દરમિયાન અપ્રમાણસર મિલકતના ગુન્હાઓ પણ દાખલ થાય છે, આવો જ એક અપ્રમાણસર મિલકતનો ગુન્હો વર્ગ ૩ ના કર્મચારી દાખલ થયો છે, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયતની વર્ગ 3 નો અધિક મદદનીશ ઇજનેર અંબાલાલ હીરાલાલ પટેલે ગેરકાયદેર રીતે સત્તાનો દુરુપયોગ કરીને પોતાની કાયદેસરની આવકના પ્રમાણ કરતાં વધુ સંપત્તિ વસાવી હતી. પોતાના સગા સબંધી નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં રોકાણ કરીને ભ્રષ્ટાચાર કર્યો હતો. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અંબાલાલ પટેલની મિલકતોની તપાસ હાથ ધરી હતી.પ્રાથમીક તપાસ દરમિયાન અંબાલાલ હીરાભાઇ પટેલ તથા તેમના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવી હતી.
અંબાલાલ હીરાભાઇ પટેલ , અધિક મદદનીશ ઇંજનેર, વિરૂદ્ધની અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી તેમની ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ .1.14.06.633 ની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ, રોકાણ રૂ. 1.92.04.487 થયેલ છે . જેથી તેઓ દ્વારા રૂ 77.97.854ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનું જણાઇ આવ્યું હતું . જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 71.37 ટકા જેટલી વધુ છે .અંબાલાલ દ્વારા ચેક પીરીયડ તા. 01.04.07થી તા. 31.03.17 સુધીના સમયગાળામાં કુલ રૂા. 7.36.514ની રોકડ રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા કરાવેલ છે.તથા રોકડ રકમથી રૂપિયા 1.62.92.321 પોતાની અને આશ્રીતોના નામે સ્થાવર જંગમ મિલ્કત ખરીદી ખર્ચ પેટે અને અન્ય ખર્ચ કરી ચુકવણી કરી હતી.આમ અંબાલાલ હીરાલાલ પટેલે ગેરકાયદેસર રીતે 71.37 ટકા અપ્રમાણસર મિલકતો વસાવ્યા મહિસાગર એસીબી પોલીસ મથક તેમની વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.