Mysamachar.in-કચ્છ:
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રાના પ્રાઇવેટ CFSમાંથી રૂ. 33 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ)નું કન્ટેનર જપ્ત કર્યું છે.ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ પાંચમી મોટી કાર્યવાહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટનો આશરે રૂ. 33 કરોડ રૂપિયાનો જથ્થો ઝડપાયો છે. DRIની ટીમે વિદેશી બ્રાન્ડનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. DRI દ્વારા અત્યારે આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ)નું કન્ટેનર લોડ હતું જે ઝડપી પડાયું છે.
આ જથ્થો રેડીમેડ કપડાના નામે લાવવામાં આવી રહ્યો હતો. આ નાણાકીય વર્ષમાં જપ્તીઓની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તી કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મુંદ્રા પોર્ટ પરથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.