Mysamachar.in-ગાંધીધામ:
રાજ્યમાં વરસાદ બાદ કેટલાય શહેરોમાં રસ્તાઓની હાલત બદતર છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે જે તસ્વીર જોઇને સૌ કોઈ બોલી ઉઠ્યા કે લે…વાત કચ્છના ગાંધીધામની છે જ્યાં ટાગોર રોડ પર ચાલી રહેલા ઓવરબ્રીજના કામના કારણે વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયા છે. ત્યારે ટાગોર પાર્કથી ઓસ્લો ગોલાઈ સુધીનો સર્વિસ રોડ છેલ્લા બે મહિનાથી એટલી ખરાબ હાલતમાં છે જેમાં આજે એક મુસાફરો ભરેલો છકડો પલટી મારી ગયો હતો. જેમાં રહેલા લોકોને આસપાસના લોકોને મદદે દોડી આવીને બચાવી લીધા હતા.