My samachar.in:-કચ્છ
મુન્દ્રા પોલીસ સ્ટેશનની હદનાં મોટી તુંબડી ગામની વાડીમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાના વાવેતરનાં 58 કીલોનાં જથ્થા સાથે એક આરોપીને એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભૂજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં માણસો પ્રયત્નશીલ હતા ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ધીરૂભા જાડેજા, રહે. મોટી તુંબડી, તા.મુન્દ્રા-કચ્છ વાળાએ ગજોડ ગામથી મોટી તુંબડી ગામ તરફ રોડ પર જતા મોટી તુંબડી ગામ નજીક મંદિરની બાજુમાં પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર ગાંજાના છોડવાઓનું વાવેતર કરેલ છે તેવી સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં વાડીમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરેલ માદક પદાર્થ ગાંજાના છોડવા નંગ 494 મળી આવેલ જેનું કુલ વજન 50.536 કિ.ગ્રા. કી.રૂ. 5,05,360/- તથા વાડીમાં આવેલ મકાનમાં એક પ્લાસ્ટીકનાં કોથળામાં વનસ્પતિજન્ય માદક પદાર્થનાં સુકા પાંદડા મળી આવેલ જેનુ કુલ વજન 7.544 કી.ગ્રા. કી. રૂ. 75,440/- તથા અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ- 01 કી.રૂ. 500/- એમ કુલ કી.રૂા. 05,81,300/- મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ એસ.ઓ.જી. ભુજ ચલાવી રહેલ છે.