Mysamachar.in-કચ્છ:
કચ્છના ગાંધીધામમાં આજે સવારે જતી એક ટ્રક છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 65 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે 40 વર્ષીય રીક્ષા ચાલક ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હાજર લોકોએ મદદે દોડી આવીને જેસીબીની મદદ વડે બહાર લાવી 108 એમબ્યુલન્સ મારફતે ઈલાજ માટે ખસેડાયા છે.અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી હતી.