My Samachar.in : કચ્છ
મનપસંદ દરીયાકીનારો હોય અને તેમાં પણ પેરાગ્લાઇડિંગ હોય તો કોને આકાશમાં ઉડવું ના ગમે…પણ જરા સંભાલ કે…કચ્છના માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે આ મામલે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી. ભુજના સંજોગનગરમાં રહેતો યુવાન મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો. ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાયો હતો. જેથી યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચએ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે 25 ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. અત્રે ઉલેગનીય છે કે, પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત 13 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો.