Mysamachar.in- કચ્છ:
પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ઓનલાઇન ક્રાઇમ સ્કોડ એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ. આર્મીના નામે OLX/ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે, આ કેસમાં અરજદાર ATM માં પૈસા ઉપાડવા જતા 500 રૂપિયા ઓછા નિકળેલ જેથી અરજદારે ગુગલ મારફતે ICICI બેન્કનાં કસ્ટમરકેર નંબર મેળવી તેના પર કોલ કરતા ગુગલમાંથી મેળવેલ નંબર કોઇ અજાણ્યા વ્યક્તિનો હોય જેણે અરજદારને એક લીંક મોકલી આપેલ અને તેમા રજીસ્ટ્રેશન કરી અરજદારના મોબાઇલ નંબર પર આવેલ OTP માંગેલ પરંતુ અરજદારે OTP આપવાની ના પાડતા અરજદારને OTP આપશો તો જ પૈસા તમારા બેન્ક ખાતામાં પરત આવશે તે રીતે અરજદારને વિશ્વાસમાં લઇ અરજદાર પાસેથી OTP મેળવી અરજદારના ફીક્સ ડીપોઝીટમાં રહેલ કુલ રૂ.21,60,000/- અલગ અલગ ટ્રાન્જેકશન દ્વારા ઓનલાઇન સાયબર ફ્રોડ કરી ઉપાડી લીધેલ જે બાબતે અરજદાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પુર્વ કચ્છ ગાંધીધામનો સંપર્ક કરતા પોલીસ સ્ટાફ તથા સાયબર વોલેન્ટીયરની મદદ દ્વારા સતર્કતા દાખવી તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે ભોગ બનનારના રોઝર પે એપ્લીકેશન મારફતે ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રૂ.16,60,000/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
-સાઈબર ક્રાઈમ પોલીસની સલાહ
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બૅન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાયતો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવી અથવા આપવી. “Google Facebook ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહીં. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહીં કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહીં તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્તને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.