Mysamachar.in-ભુજ :
એસ.ઓ.જી. ભુજ સ્ટાફનાં માણસો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન માધાપર નળ સર્કલ પાસે આવતાં બાતમી હકીકત મળેલ કે, ત્રણ ઇસમો કોઇને છેતરવાના ઇરાદે પોતાની કારમાં ખોટી નોટોના બંડલો રાખી તેમજ તે બંડલના ઉપરના ભાગે એક નોટ અસલી રાખીએ પ્રકારેના ખોટી નોટોના બંડલ બનાવી કોઇને લાલચ આપી છેતરવાના ઇરાદા સાથે માધાપરથી નળ સર્કલ તરફ આવવાના છે તે આધારે તુરંત વર્ક આઉટ કરી રમજાનશા કાસમશા શેખ, અલીશા કરીમશા શેખ, ઇબ્રાહિમ અલીમામદ સમાને કબ્જાની મારૂતી સ્વીફટ કારમાંથી ચીલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયા લખેલ ખોટી નોટના બંડલ નંગ- 86 તથા તે બંડલ સાથે ભારતીય ચલણના અસલી રોકડ રૂા. 1.99,500/- તથા અન્ય રોકડ રૂા. 2,000/- તથા ગુના કામે ઉપયોગમાં લીધેલ મારૂતી સ્વીફટ કાર કી.રૂા. 4,50,000/- તથા મોબાઇલ ફોન નંગ-03, કી.રૂા. 30,000/- એમ કુલ6,81,500/- મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.