Mysamachar.in-કચ્છ
ભુજ તાલુકાના દેશલપર વાંઢાય પાસે બુધવારે રાત્રીના સર્જાયેલા જીવલેણ અકસ્માતના બનાવમાં રોંગ સાઇડથી ધસી આવેલી ટ્રક અને કાર અથડાતાં બે મહિલાઓ વાહનો વચ્ચે દબાઇ જતાં સ્થળ પર કંમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. બનાવને પગલે ગ્રામજનો તેમજ પસાર થતા લોકોમાં આક્રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારને સળગાવી દેવાની તૈયારીમાં હતા ત્યાં પોલીસ કાફલો સમય પર પહોંચી આવીને મામલો થાળે પાડ્યો હતો.
દેશલપરવાઢાય ગામે રહેતા અંદાજીત 50 વર્ષની ઉમરના માલબાઇ અને લક્ષ્મીબેન નામના બે બહેનો વોકિંગ કરતા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે ટ્રક આવીને બન્ને બહેનોને અડફેટે લઇ સાઇડમાં ઉભેલી કાર સાથે અથડાવી દેતાં બે મહિલાઓ કાર અને ટ્રક વચે ચગદાઇ જતાં તેમનું ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ઉસ્કેરાયેલા લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. અને ટ્રકને સળગાવાની તૈયારી બતાવી હતી. જો કે પોલીસે સમયસર સ્થળ પર દોડી આવીને મામલો થાળે પાડીને ટ્રાફિક હળવો કર્યો હતો. મહિલાઓના મોતથી પરિવારજનોમાં ભારે અરેરાટી સાથે શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.