Mysamachar.in-કચ્છઃ
કચ્છની આગવી ઓળખ ધરાવતા રણોત્સવમાં પ્રવાસીઓના રહેવા માટે બનાવવામાં આવેલા ટેન્ટસિટીમાં અચાનક આગી લાગી જતાં દોડધામ મચી હતી, આગની ઝપેટમાં ત્રણથી ચાર ટેન્ટ આવી ગયા છે, જ્યારે પ્રાથમિક તારણમાં હીટરના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ ટેન્ટમાં રહેતા પ્રવાસીઓનો સામાન બળી ગયો છે, તથા ટેન્ટસિટીમાં સ્થિત અધ્યતન સામગ્ર જેવી કે સોફા, બેડ સહિતની સામગ્રી બળી ગઇ છે. ઘટનાની જાણ થતા જ બે જેટલા ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો છે. ઉલ્લેખનીય છે હાલ સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવ ચાલી રહ્યો છે જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં હાજર છે, એવામાં આગની ઘટનાથી થોડીવાર માટે નાસભાગ મચી જવા પામી હતી.