Mysamachar.in-કચ્છઃ
કચ્છના નખત્રાણા પાસે બોલેરો અને ટ્રેઇલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મહિલા સહિત ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે કચ્છમાં માતાના મઢે દર્શનાર્થે જતા એક પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. ઘટનામાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે.
નખત્રાણાના ટોડિયા પાસે મેઈન રોડ પર બોલેરો અને ટ્રેઇલર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, તેમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, તો ગાડીનો કુરચો બોલી ગયો હતો. મૃતકોમાં ત્રણ મહિલા છે અને એક પુરુષ છે, જ્યારે તમામ એક જ પરિવારના સભ્યો હોવાનું કહેવામાં આવ્યું રહ્યું છે.
ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે અકસ્માત એટલો ખતરનાક હતો કે બંને વાહનો ધડાકાભેર અથડાયા હતા જેથી ગાડીમાં સવાર ચાર લોકો ફૂટબોલની જેમ ફંગોળાયા હતા. જેમાંથી એક મહિલાનો હાથ કપાઇને રસ્તા પર છૂટો પડ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરતાં તેઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. જો કે આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાના મૃત્યુ થયા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ બે વ્યક્તિને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.