mysamachar.in-કચ્છ
ભારતમા પ્રથમ ઊંટડીનાં દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના ભુજ તાલુકાના લાખોંદ નજીક નિર્માણ પામ્યો છે,લાખોંદ નજીક સરહદ ડેરીમાં કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે,કેમલ મિલ્ક પ્લાન્ટ શરુ થવાથી ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલમાં હવે નવી વેરાયટીનો ઉમેરો થવા જઇ રહ્યો છે.હવે અન્ય દૂધની માફક અમુલ કેમલ મિલ્ક માર્કેટમા વેચાણ થતું જોવા મળશે,
ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલમાં હવે નવી વેરાયટીનો ઉમેરો થવા જઇ રહ્યો છે,હવે અમૂલ ઊંટડીનું દૂધ મળશે,ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફઇન્ડિયા(એફએસએસએઆઇ) દ્વારા કેમલનાં મિલ્કના માર્કેટિંગ માટે મંજુરી આપવામાં આવતા ભુજ તાલુકાના લાખોંદ નજીક આવેલ સરહદ ડેરીમાં ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તેયાર થઇ ચુક્યો છે,કચ્છની સરહદ ડેરી ખાતે ઊંટના દૂધનું પ્રોસેસીંગ અને પેકેજીંગ સહિતની કામગીરી કરવામાં આવશે,સરહદ ડેરી ઊંટડીનું દૂધ કલેક્શન કરી બાદમાં પ્રોસેસિંગ કર્યા બાદ અમુલ કેમલ મિલ્કનાં નામથી માર્કેટમા વેચાણ માટે મુકવામા આવશે તેમ જાણવા મળી રહ્યું છે,સાથેજ કેમલ મિલ્ક માંથી ચોકલેટ,આઈસ્ક્રીમ,કેમલમિલ્ક પાઉડર પણ માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવશે,ઊંટ કચ્છનું અભિન્ન અંગ માનવામાં આવે છે..કચ્છમાં બે પ્રકારના ઊંટ જોવા મળે છે જેમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ પ્રજાતિ જોવા મળે છે,છેલ્લા એક દાયકા દરમિયાન કચ્છમાં ઊંટની સખ્યામાં ધટાડો થઇ રહ્યો છે..જેથી કેન્દ્ર સરકાર દ્વારા કચ્છી ઊંટ અને ખારાઈઊંટને લુપ્તથતી પ્રજાતિમાં સમાવેશ કરી ઊંટના સવર્ધન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે..કચ્છમાં જોવા મળતા ખારાઈ ઉટ દરિયાના પાણીમાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવતા હોવાથી દરીયાતારું ઉટને અલગ માન્યતા મળે તેમાટે ભુજ સહજીવન ટ્રસ્ટ કચ્છ ઉટ ઉચ્છેરક માલધારી સંગઠન દ્વારા છેલ્લા ૪ વર્ષથી કરાયેલી રજૂઆત બાદ ખારાઈ ને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે,નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટીકસે ખારાઈ ઉટ ને દેશની ૯ મી ઓલાદ તરીખે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે,ખારાઈ ઊંટ દરિયામાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે ..ખારાઈ ઊંટ દરિયામાં રહેલ ચેરિયાના ઝાડ પર નિર્ભર છે,કચ્છમાં ૧૦, ૦0૦ જેટલા ઊંટોની સખ્યા છે,જેમાં ૨૦૦૦ જેટલા ખારાઈ ઊંટ અને ૮૦૦૦ જેટલા કચ્છીઊંટ સમાવેશ થાય છે,કચ્છના ૭૦ જેટલા માલધારી પરિવાર ઉટનો ઉછેર કરી રહ્યા છે.. કચ્છમાં જોવા મળતા કચ્છીઊંટ અને ખારાઈ ઊંટ લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે..કચ્છમા જોવા મળતા ઊંટની સખ્યા ધટી રહી છે,ત્યારે માલધારીઓની આજીવિકા જળવાઈ રહે અને ઊંટ સવર્ધન થાય તેમાટે કચ્છમાં કરોડો રૂપિયાના ખર્ચે ઊંટડીના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે,
ઊંટપાલકોને ઊંટડીના દૂધના પોષણક્ષમ ભાવો મળતા નથી જેના કારણે હાલના સમયે માલધારીઓને ૨૫ થી ૩૦ રૂપિયા પ્રતિલીટર કીમતે ઊંટડી દૂધનું છુટું છવાયુ વેચાણ કરવું પડી રહ્યું છે..ત્યારે લાખોંદ નજીક ઊંટડીનો પ્રોસેસિંગ પ્લાન્ટ શરુ થવાથી સરહદ ડેરી ૫૦ રૂપિયાના પ્રતિલીટરના ભાવે દૂધની ખરીદી કરશે,દેનિક ૫૦૦૦ થી ૮૦૦૦ લીટર ઊંટડીનું દૂધ એકઠું કરી ઊંટડીના દૂધને પ્રોસેસિંગ કરી માર્કેટમાં વેચાણ કરવામાં આવેશે..
હાલમાં આદવિક ફૂડ દ્વારા નાનાપાયે ઊંટડીના દૂધ માંથી બનાવેલ ચોકલેટ,સાબુ ,ઊંટડીના દૂધનો પાવડર સહીત વિવિધ પ્રોડક્ટ વેચાણ શરુ કરવામાં આવ્યું છે ..જયારે અમુલ દ્વારા કેમલ મિલ્ક માંથી ચોકલેટ બનાવી માર્કેટમાં વેચાણ માટે મુકવામાં આવી છે આગામી દિવસોમાં ઊંટડીના પ્રોસિંગ પ્લાન્ટ શરુ થવાથી કચ્છ ઊંટપાલકોને દુધના સારા ભાવ મળશે સાથોસાથ લોકોને ઊંટડીના દૂધનો ટેસ્ટ ચાખવા મળશે..ઊંટડીના દૂધનો ઉપયોગ વધે અને લોકોને બજારમાં ઊંટડીનું દૂધસરળતાથી મળતું થાય તેવા રાજય સરકાર , સરહદ ડેરી , સહજીવન સંસ્થા તેમજ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે,
ઊંટડીનું દૂધ ઔષધીય માનવામાં આવે છે
ઊંટડીના દુધમાં પ્રોટીન તેમજ વિટામીન સીનું પ્રમાણ વિપુલમાત્રામાં જોવા મળે છે. સાથે જ લેકટોફેરીન નામના તત્વોદૂધમાં રહેલા હોય જેના કારણે ડાયાબીટીશ તેમજ ટીબી જેવા જટિલ રોગને મટાડી શકવાની ક્ષમતા પણ આ દુધમાં છે,આ દુધમાં વિટામીન સી ઉપરાંત મેગ્નેશિયમ, કોપર, ઝિંક અને આયર્ન જેવા તત્વો અન્ય દૂધની સરખામણીમાં દસગણાં વધુ હોય છે,જે હાડકા અને આરોગ્ય માટે ફાયદાકારક નીવડશે. રાજય સરકાર દ્વારા કેમલ મિલ્કનાં પ્રોસેસિંગ પ્લાન્ટ માટે ૨ કરોડ રૂપિયા વધુ ગ્રાન્ટ સરહદ ડેરીને ફાળવવામાં આવી છે.