Mysamachar.in-સુરત:
યુવાધનને નશાના રંગે રંગવા ગુજરાતમાં દારુ બાદ માદ્દક દ્રવ્યોની હેરફેર મોટાપાયે વધી છે, ત્યારે સુરત પોલીસે મુંબઈથી આવી રહેલ લકઝરીયસ કારને રોકી તેની તલાસી લેતા કોકેઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, મુંબઈના એક મહિલા અને એક પુરુષને સુરત SOGની ટીમે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડયા છે. પોલીસે ચેકિંગ કરી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ છે. ઝડપાયેલા ઇબ્રાહીમ ઓડીયા તન્વીર ઓડીયા બન્ને રહે, બિસ્મીલ્લા હાઇટ્સ, તૈલી મહોલ્લો,મુંબઈ, મૂળ રહે, જામનગર પાસેથી 5 મોબાઇલ, 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી 51.68 લાખની મતા કબજે કરાઈ છે. પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારમાં આવતા હતા.
ઈબ્રાહીમને કોકેઇન મુંબઈમાં નાઝજીરીયન ડેન્હીલએ આપ્યું હતું. ડેન્હીલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતા હતા. મહત્વનું છે કે કોકેઇનનો નશો મોટેભાગે મોટા ઘરના નબીરાઓ જ કરતા હોવાથી તેની સારી એવી કિમત મળે છે. આ ડ્રગ્સને ગુટખામાં, ઇન્જેક્શન અને નાકથી સ્નોટ કરી લેતા હોય છે. હવે આ બને પાસે કોકેઇન ઝડપાઈ ચુક્યા બાદ આખી ચેઈન કઈ રીતે ગોઠવાયેલી છે તેની તપાસ પોલીસ કરી રહી છે.