Mysamachar.in-સુરત
વધુ એક વખત લાંચની માગણી સરકારી અધિકારીને ભારે પડી છે, જેમાં એક મહિલા પીએસઆઈએ વકીલ મારફતે મહિલા પાસેથી દસ હજારની લાંચની માંગણી કરતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યા છે.આ કેસના ફરીયાદી બેને તેમના પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન, સુરત શહેર ખાતે અરજી આપેલ હતી. જે અરજીની તપાસ કમલાબેન રણજીતભાઇ ગામીત PSI મહિલા પોલીસ સ્ટેશન સુરત કરતા હતા, અને આ બાબતે ગુનો દાખલ કરવા મહિલા પીએસઆઈએ વકીલાત કરતા પંકજભાઇ રમેશભાઇ માકોડે મારફતે મહિલા પાસેથી રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા વકીલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, પીએસઆઈ વતી વકીલે ફરીયાદી પાસેથી રૂા.10,000 ની લાંચની માંગણી કરી, મહિલા પોલીસ મથકમાં જ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.