Mysamachar.in-સુરત:
આપણે ત્યાં રસ્તે ઉભેલા ટ્રાફિક જવાનો પૈકી દરેક જવાનો સરખા નથી હોતા….કેટલાક પોતાની ફરજ બખૂબી નિભાવે છે..તો કેટલાક જવાનો કોઈ ને કોઈ કારણોસર ટ્રાફિકના નિયમોનો યેનકેન પ્રકારે ભંગ કરનાર વાહનચાલકો સાથે રીઢા ગુન્હેગાર હોય તેવું વર્તન કરે છે. સામે કેટલાક નાગરીકો પણ પોલીસકર્મીઓ સાથે અણછાજતો વ્યવહાર કરે છે તે બાબત પણ અયોગ્ય કેહવાય….
આ તમામ વચ્ચે રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓને જાહેરમંચ પરથી સલાહ આપતા કહ્યું કે ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરીકને ઉભો રાખે અને તેનો ઉભો રાખીને તેને હેલ્મેટ નથી પહેરી તો તેની જોડે ક્યારેય ગુન્હેગાર જેવું વર્તન ના કરતા એવી આ રાજ્યના ગૃહમંત્રી તરીકે સુચના આપુ છું. તેવોએ વધુમાં કહ્યું કે ટાઢ તડકો અને વરસાદ સહન કરનાર ટ્રાફિકના જવાનો પર ગર્વ છે પણ ટ્રાફિકના જવાનોએ એ હંમેશા યાદ રાખવાનું છે કે ટ્રાફિકના નિયમ તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુન્હેગાર નથી તેની સાથે માનવતાપૂર્વક જ વ્યવહાર થવો જોઈએ અને તે થશે..અને આવનાર દિવસોમાં આ સૂચનનું પાલન કરવું પડશે.