Mysamachar.in-સુરત
સુરતના કડોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આવું જ છે કે કેમ.? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આપઘાત કરનારી મહિલા ઉમર 30 અને પુત્રનું નામ ક્રિષ્ના છે અને તે અઢીવર્ષનો છે. સગર્ભાએ પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હોવાનું જાણવા મળે છે, મૃતકો મૂળ યુપીના રહેવાસી છે અને ભાઈ મહેશના લગ્ન બાદ ભાઈ-ભાભી બે સંતાન મોટો પુત્ર આર્યન જે હાલ ઘરે છે અને નાનો પુત્ર ક્રિષ્ના જેનું મોત થયું છે. ભાઈ મહેશ ટેક્સટાઇલ્સમાં માસ્ટર છે. 10 વર્ષથી કડોદરમાં રહે છે. ભાભીના આપઘાત અને માસૂમ ક્રિષ્નાના મોતનું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડી શકશે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે.