Mysamachar.in-સુરત
આજના સમયમાં દાંપત્યજીવનમાં સહનશીલતા ખૂટવાના કારણે વારંવાર ના બનવા જોઈએ તેવા બનાવો સામે આવી રહ્યા છે, એવામાં તાપી જીલ્લાના વિરપુર ગામે 3 દિવસ અગાઉ તેના ઘરમાંથી જ યુવક મૃત હાલતમાં મળ્યો હતો. જે બાદ પત્નીએ પોલીસને જણાવ્યું હતુ કે તેના પતિએ ગળેફાંસો ખાઇ લીધો છે. પરંતુ આ ઘટનામાં શંકા જતા પોલીસે ઝીણવટ ભરી તપાસ અને પીએમ રિપોર્ટના આધારે પત્નીએ ગળેટૂંપો આપી હત્યા કરી હોવાનું બહાર આવતા હત્યારી પત્નીની ધરપકડ કરાઈ છે, વ્યારાના વિરપુર ગામમાં મહેશભાઈ પ્રભુભાઈ ગામીત અને તેની પત્ની શર્મીલાબેન ગામીત રહે છે. છેલ્લા કેટલાય સમયથી શર્મીલાબેન અને મહેશભાઈ સાથે અવાર નવાર ઝઘડા ચાલુ રહેતા હતા. ગત 18 મીના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે શર્મીલાબેન અને મહેશભાઈ વચ્ચે જમવા બાબતે બોલાચાલી અને સામાન્ય ઝપાઝપી થઈ હતી.
જે દરમિયાન શર્મીલાબેન વાંસની લાકડીથી મહેશભાઈના જમણા પગમાં સપાટો મારી ઇજા પહોચાડી હતી. જે બાદ બપોરના ચાર વાગ્યાના સુમારે મહેશભાઈ ઘરના નળીયાના લાકડા પર બાંધેલા દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા શર્મીલાબેન એ ફાંસો ખાધો દોરડું તોડી કાઢી મહેશભાઈને નીચે ઉતાર્યા હતા. પલંગ પર સુવડાવી દીધા હતા તેમજ મહેશભાઈને સારવાર માટે ક્યાંક ન લઇ ગયા હતા. જેને લઈને અડધો કલાક બાદ મહેશભાઈનું મોત નીપજ્યું હતું. જે બાદ ઘટનામાં શંકાના આધારે પીએમ રિપોર્ટમાં મહેશભાઇની હત્યા કરી હતી. પોલીસે પૂછતાછમા આરોપી મહિલા જણાવ્યું કે તેના પતિ દ્વારા અવારનવાર ઝઘડો થયો હતો જેને લઇને કંટાળી ગયા હતા તેની પીઠ પર બેસી જઇ ઓઢણીના ટુકડા વડે ટૂંપો આપી તેમનું મોત નિપજાવ્યું હતું.